તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Friday, 12th December 2025
જામનગરની એક યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાના ચકચારી પ્રકરણમાં ભાગેડુ બનેલા જામનગરના ઉદ્યોગપતિ સિક્કા પોલીસ મથકમાં હાજર થયા
તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા વેપારી વિશાલ મહેન્દ્રભાઈ મોદીના બે મોબાઈલ ફોન કબજે કરી લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧૨ : જામનગરના અતિ ચકચારી એવા એક યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પ્રવાહી પીવડાવી દુષ્કર્મ ગુજારવા અંગેના ચકચારી કેસમાં ફરાર થઈ ગયેલા નગરના ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્રભાઈ મોદીને ગુજરાતની હાઇકોર્ટે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેનો આદેશ કર્યો હોવાથી સિક્કા પોલીસ મથકમાં હાજર થયા છે અને પોલીસ દ્વારા તેના બે મોબાઈલ ફોન કબજે લેવાયા છે.
જામનગરના અંબર સિનેમા વિસ્તારમાં રહેતી એક યુવતીને લોન મેળવવાના બહાને ખંભાળિયા હાઈવે રોડ પર આવેલા 'ભગવતી વિલા' મા લઈ જઈ તેને નશાકારક પ્રવાહી પિવડાવી તેણીની સાથે દુષ્કર્મ ગુજારવા અંગે તેમજ તેણીની વીડિયો ક્લિપ બનાવી લીધા બાદ તેને બ્લેકમેલ કરવા અંગેના ચકચારી પ્રકરણમાં સિક્કા પોલીસ ઉદ્યોગપતિ ને શોધી રહી હતી, દરમિયાન તેણે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન માટેની અરજી કરી હતી, જેમાં અદાલતે તેને આગામી ૧૦મી ડિસેમ્બરે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવા માટેના આદેશ કર્યો હતો.
જે આદેશ અનુસાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી સિક્કા પોલીસમાં મથકમાં હાજર થયા હતા, અને પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધીને તેના અલગ અલગ બે મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. જે બંને ફોનને એનાલિસિસ માટે લેબોરેટરી તરફ મોકલી દેવામાં આવ્યા છે. જેની તમામ કોલ્ડ ડિટેલ સહિતની માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બનાવના સ્થળના પંચનામાં સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
