News of Friday, 12th December 2025
સરકારની ઓનલાઇન GEM પોર્ટલ વેબસાઇટના નામે GEM પોર્ટલના બોગસ વર્ક ઓર્ડર બનાવી ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ માણસોને નફો આપવાની લાલચ આપી ઠગાઇ કરવાના ઇરાદે ચાર કરોડની છેતરપીંડી કરતા આરોપીને પકડી પાડતી જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ
આરોપી મનસીલભાઇ હર્ષદભાઇ કોયા(વૈષ્ણવ વાણીયા(મોઢવાણીયા)ની ધરપકડ : જામનગર પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ : ગઇ તા.૨૭/૧૧/૨૦૨૫ ના રોજ જામનગર સીટી "એ" ડીવી પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૮૨૫૨૩૪૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૩૩૬(૩),૩૩૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય. જે ગુન્હાના કામે કરીયાદી શ્રી અશ્વિનભાઇ વશરામભાઈ વારા ઉ.વ-૪૧ ધંધો-કોન્ટ્રાકટર, રહે-આદિત્ય પાર્ક, ગુલાબનગર રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ જામનગર વાળાએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, આ કામના આરોપી મનસીલ હર્ષદભાઇ કોયા રહે-નાગર ચકલો, સારા કુવાની સામે હવાઇચોક જામનગર વાળાએ પોતાને સરકારી GEM પોર્ટલ ઉપર થી અલગ-અલગ ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન, સ્ટ્રીટ લાઇટો, આર.ઓ.પ્લાન્ટ વી.સરકારી કામ માટે વર્ક ઓર્ડરો મળેલ છે તેમ કહી આ ખોટા વર્ક ઓર્ડરો ફરીયાદી તથા અન્ય સાહેદોને બનાવી આપી ખરા તરીકે ઉપયોગ કરી તમામને આ ખોટા વર્ક ઓર્ડરો દસ્તવેજો બતાવી ટકાવારીમાં નફો અપવાની ચાલચ આપી વિશ્વાસમાં લઇ ફરીયાદી તથા સાહેદોના કુલ રૂપીયા આશરે ૪,૦૦,૦૦,૦૦૦/- (ચાર કરોડ) લઇ ફરી. તથા સાહેદોના રૂપીયા પરત નહી કરી ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી, ઠગાઇ કરી ગુન્હો કરેલ હોય જે ગુન્હો અનડીટેકટ હોય જે ગુન્હો શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની તેમજ ઇન્યા પોલીસ અધિક્ષક શ્રી પ્રતિભા સાહેબ ના માર્ગદર્શન હેઠળ તથા વિભાગીય પોલીસ અધિકારી જયવિરસિંહ એન. ઝાલા સાહેબ નાઓની સુચના મુજબ,
જામનગર સીટી 'એ' ડીવી. પોલીસ સ્ટેશનમા પોલીસ ઇન્સપેકટર શ્રી એન.એ.ચાવડા સાહેબના માર્ગદશન મુજબ સીટી 'એ' ડીવી.પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ એનાલીસીસ આધારે મજકુર આરોપીની શોધખોળમાં હતા દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ મહેશભાઈ ધુડાભાઈ મોરી તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયા તથા હરપાલસિંહ ભરતસિંહ પરમારને હ્યુમનસોર્સ આધારે હકીકત મળેલ કે આ કામનો આરોપી અમદાવાદ ખાતે છે જે હકીકત આધારે આરોપી મનસીલભાઇ હર્ષદભાઇ કોયા. જાતે-વૈષ્ણવ વાણીયા(મોઢવાણીયા), ઉ.વ.૪૦, ધંધો-વેપાર, રહે નાગર ચકલો હવાઇ ચોક સરાના કુવાની સામે મનસીલ એન્ટરપ્રાઇઝ બાજુમાં જામનગર વાળાને અમદાવાદ ખાતેથી હસ્તગત કરી અત્રે પો.સ્ટે. લાવી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એન.એ.ચાવડાએ ધોરણસર અટક કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે.
આ કામગીરી પો.ઇન્સ. એન.એ.ચાવડા તથા પો.હેડ.કોન્સ. મહેશભાઇ ધુડાભાઇ મોરી તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ ધનશ્યામસિંહ ડોડીયા તથા હરપાલસિંહ ભરતસિંહ પરમાર દ્વારા કરવામાં આવેલ
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
