<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

પોરબંદર તાલુકાના ઓડદર ગામ ખાતે પોલીસ ફાયરીંગ બટ સ્‍થળની આસપાસ પ્રવેશબંધી

પોલીસ ફાયરીંગ બટની આસપાસ તા.૧૩/૧૨/૨૦૨૫ થી તા.૨૩/૧૨/૨૦૨૫ સુધી રહેશે પ્રવેશબંધી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: મરીન ટાસ્‍ક ફોર્સ જામનગર, ઓખા, પોરબંદર, માંગરોળ અને પીપાવાવ ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની ત્રિમાસિક ફાયરીંગ પ્રેક્‍ટિસ પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલા પોલીસ ફાયરીંગ બટ ખાતે યોજાનાર છે. ફાયરીંગ પ્રેક્‍ટિસ દરમ્‍યાન આસપાસ અવર-જવર કરનાર કોઈપણ નાગરિક, વાહનચાલક અથવા માછીમારોને નુકસાન ન થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી જે. બી. વદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)બી હેઠળ  તા.૧૩/૧૨/૨૦૨૫ થી તા.૨૩/૧૨/૨૦૨૫ ના કુલ દિવસ-૧૧(અગિયાર) માટે સમય ૭.૦૦ કલાકેથી  ૧૯.૦૦ કલાક સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્‍તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્‍તારમાં પૂર્વ અને પશ્વિમ ભાગે-૬૦૦ મીટર, ઉતર અને દક્ષિણ ભાગે-૬૦૦ મીટર અને ત્‍યાંથી દરીયામાં આજુબાજુના વિસ્‍તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્‍યકિતગત તેમજ વહાણ અને બોટ લઇને જનાર માછીમારોને અવર-જવર કરવા ઉપરોકત સમય દરમ્‍યાન પ્રવેશબંધી કરવામાં આવી છે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લધંન કરનાર વ્‍યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

 

(11:21 AM IST)