<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરુ સોમવારે ફરી અમદાવાદમાં

રાજકોટ જસદણ સહિત સૌરાષ્‍ટ્રભરના તેમના અનુયાયીઓ દર્શન અર્થે જશે

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા.૧૩: દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમા દાઈ સર્વોચ્‍ચ ધર્મગુરુ ડો. સૈયદના અબુ જાફરૂસ્‍સાદિક આલિક્‍દર મુફદ્દલ સૈફૂદ્દીન ત.ઉ.શ. સોમવારના રોજ સૌરાષ્‍ટ્રની મુલાકાત બાદ ફરી ગુજરાતના અમદાવાદ શહેર ખાતે પધરામણી કરી રહ્યા છે ત્‍યારે ગુજરાતના પ્રત્‍યેક બિરાદરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટયા છે સૈયદના સાહેબની અમદાવાદની મુલાકાતને લઈ રાજકોટ જસદણ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી તેમના પ્રખર અનુયાયીઓ ખાસ તેમની એક ઝલક પામવા અમદાવાદ જશે રાજકોટમાંથી જુદા જુદા વિસ્‍તારોમાં ખાસ વાહનની સગવડતા ઉભી કરવામાં આવી છે અમદાવાદ દાઉદી વ્‍હોરા સમાજના મહાન ઓલિયા કુતુબુદ્દીન શહિદના ઉર્ષ મુબારક પ્રસંગોપાત પધરામણી કરતાં હોય ત્‍યારે ત્‍યાં જીયારત મજલીસ વાએઝ સહિતના કાર્યક્રમો યોજાયા છે. હાલ આ અંગે અમદાવાદ સરસપુર અને તાજપુર જેવાં વિસ્‍તારોમાં ધર્મગુરુને આવકારવા તૈયારીઓ ચાલી રહી છે

 

 

(10:40 AM IST)