<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

માલવણ હાઇવે પર અકસ્‍માતઃ કારને મોટું નુકસાન

વઢવાણ, તા. ૧૩: માલવણહાઇવે પર વણા અને મોઢવાણા નજીક અકસ્‍માત સર્જાયો હતો. આ કાર સુરેન્‍દ્રનગરથી માલવણ તરફ જઈ રહી હતી.વણા ગામ નજીક પુલ પર કોઈક કારણોસર કારચાલકે નિયંત્રણ ગુમાવ્‍યું હતું, જેના પરિણામે કાર તીવ્ર ગતિએ પુલની કોંક્રિટની દીવાલ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્‍ત થઈ ગયો હતો. અકસ્‍માત સર્જાતાની સાથે જ આસપાસના વિસ્‍તારમાં મોટો અવાજ થયો હતો, જેના કારણે વણા ગામના ગ્રામજનો ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. ગ્રામજનોએ તાત્‍કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કારચાલકને અકસ્‍માત બાદ બહાર કાઢવામાં આવ્‍યો હતો અને તપાસ કરતાં માલુમ પડ્‍યું હતું કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

અકસ્‍માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્‍થિતિ સર્જાઈ હતી, જોકે ગ્રામજનોની મદદથી પરિસ્‍થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્‍થળે પહોંચી હતી અને અકસ્‍માત કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે

(11:26 AM IST)