News of Saturday, 13th December 2025
ભાવનગરમાં હીટ એન્ડ રન બનાવના કેસમાં મનુષ્યવધની કલમ ઉમેરાઈ
મૃતકના પરિવારજનોઍ કડક કાર્યવાહીની માંગ સાથે ડીવાયએસપીને આવેદનપત્ર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩ : શહેરના વાઘાવાડી રોડ પર બુધવારે રાત્રે કાળિયાબીડ સાગવાડી વિસ્તારમાં રહેતા મીનાબેન અશ્વિનપુરી ગૌસ્વામી અને તેમના દેરાણી સોનલબેન ધર્મેશપુરી ગૌસ્વામી વોકિંગ કરવા નિકળ્યા હતા. રાત્રિના સમયે કાળિયાબીડ પાણીની ટાંકીથી સ્વામી નારાયણ મંદિરથી થોડે આગળ પુરપાટ સ્પિડે આવેલી જીજે-૧૪-બીજે-૦૦૫૮ નંબરની થાર કારે સોનલબેનને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં સોનલબેનનું મોત નિપજ્યું હતું. ઉપરાંત આ કારે વાઘાવાડી રોડ પર ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી રાણીકા આરબવાડ વિસ્તારમાં રહેતી ઍક ૧૭ વર્ષની સગીર યુવતીને પણ અડફેટે લીધી હતી. જેને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બનાવ મામલે આજે મૃતકના પરિવારજનોઍ નાની વયે આવી રીતે વાહનો ચલાવી નિર્દોષ રાહદારીઓનો ભોગ ન લે તે માટે આવા આરોપીઓ સામે જામીન ન મળે તેવી કલમો લગાવી કડક કાર્યવાહીની તથા ગાડી ભાડે આપનાર અને સગીરના વાલી વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ સાથે સીટી ડિવાયઍસપીને આવેદન પત્ર આપ્યું હતું. જ્યારે આ મામલે ભાવનગર પોલીસે મનુષ્યવધની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
