<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ઉપલેટાના શખ્‍સ વિરૂધ્‍ધ સાયબર ફ્રોડના નાણા સગેવગે કરી લીધાનો ગુન્‍હો દાખલ

ઉપલેટા, તા.૧૩: ભારત સરકારના નવી દિલ્‍હી તરફથી ‘‘મ્‍યુલ બેંક એકાઉન્‍ટ''ની માહિતી મળેલ હતી. જે અન્‍વયે રાજકોટ રેન્‍જના પોલીસ મહાનીરીક્ષકઅશોકકુમાર યાદવરાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષકસીમરન ભારદ્વાજ એ સાયબર ક્રાઇમના બનતા ગુનાઓમાં વપરાતા ‘‘મ્‍યુલ એકાઉન્‍ટના'' ઉપયોગ કરી સાયબર ફ્રોડ આચરતા ગુનેગારો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. જે અંગે  પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી.આર.પટેલ તથા રાજકોટ ગ્રામ્‍ય સાયબર સેલના માર્ગદર્શન હેઠળ ‘‘મ્‍યુલ બેંક એકાઉન્‍ટ'' હોલ્‍ડરોની તપાસ કરવા માટે  ટીમો બનાવવામાં આવેલ હતી. જેમાં ‘‘મ્‍યુલ બેંક એકાઉન્‍ટ''હોલ્‍ડરોની “SAMANVAYA” પોર્ટલ તથા “NCCRP” પોર્ટલ તળે તપાસ કરતા અલગ અલગ રાજ્‍યમાં ૦૬ જેટલી સાયબર અરજી થયેલ હોય જેથી -મ્‍યુલ બેંક એકાઉન્‍ટ'' હોલ્‍ડર ના બેન્‍ક ટ્રાન્‍ઝેકશનોની પ્રાથમીક તપાસ કરતા આરોપીઓએ મેળાપીપણ કરી, અલગ અલગ વ્‍યકિતઓ પાસેથી સાયબર ફ્રોડથી મેળવેલ નાણા સગેવગે કરવા એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાવી ચેક મારફતે રૂ.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ) વિડ્રો કરી  સાયબર ફ્રોડના નાણા સગેવગે કરનાર ઇસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરતી ઉપલેટા પોલીસ ટીમે કરી છે.

આરોપીઓ સાયબર ફોર્ડથી મેળવેલ નાણાઓ પોતાના આર્થીક ફાયદો મેળવવા માટે એકાઉન્‍ટ હોલ્‍ડરના ખાતામાં પૈસા ટ્રાન્‍સફર કરી, ચેકથી તેમજ ATM દ્વારા કેસ વિડ્રો કરી પૈસા મેળવવાની મોડસ ઓપરેન્‍ડી ધરાવે છે.

અટક કરેલ આરોપીઃ (૧) અલ્‍પેશ કરશનભાઈ સુવા જાતે આહીર ઉ.વ.૩૨ રહે. શીક્ષક નગર સામે, રાજમોતી નગર, ઉપલેટા છે અને (૧) ક્રુષ્ણદેવસિંહ ઉર્ફે લાલુ રણજીતસિંહ જાડેજા રહે. ઉપલેટા  ફરાર થઇ ગયો છે. 

(11:34 AM IST)