<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ઓણસાલના શિયાળાની શરૂઆત મોડી

સ્‍કાયમેટના વાઇસ પ્રેસિડેન્‍ટનું આ હાલનું તારણ વાસ્‍તવિક હોઇ શિયાળો લંબાશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૩ :.. સ્‍કાયમેટના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવત હાલના પસાર થઇ રહેલા નબળા વેસ્‍ટર્ન ડિસ્‍ટબેન્‍સની વિગતો સાથે એ તારણ પણ જણાવે છે કે, ઓણસાલનો શિયાળો મોડેથી શરૂ થયેલો જોવા મળે છે. વિન્‍ટર લેટ ચાલી રહ્યો છે. હાલના વેસ્‍ટર્ન ડિસ્‍ટબેન્‍સની પાછળ આવી રહેલા નવા ડબલ્‍યુડીના પ્રભાવે આગામી ૧૮-૧૯ ડીસેમ્‍બરે કાશ્‍મિર-લદાખ તથા ઉદારના કેટલાક અન્‍ય રાજયોમાં સ્‍નોફોલ-વરસાદની સંભાવના સાથે મહેશ પલાવતએ પણ જણાવે છે કે, આ સમયગાળા દરમ્‍યાન ઠંડીનું પ્રમાણ ખાસ્‍સુ વધશે.

નવેમ્‍બરના અંતિમ દસકામાં તાપમાન નીચા જશે પણ તે નવેમ્‍બરના અંતિમ દસકાથી થઇ રહ્યું હોઇ, શિયાળાની શરૂઆત મોડેથી થઇ રહી છે. મહેશ પલાવત જણાવે છે કે, ગુજરાતમાં લઘુતમ તાપમાન નીચુ પણ દિવસનું તાપમાન ૩૦ ડીગ્રી આસપાસ રહેતુ હોઇ મેકસીમમ - મીનીમમ તાપમાનમાં વધુ ગાળો જોવા મળે રહ્યો છે.

આઇએમડી તથા અન્‍ય ના ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સથી હવે એ નિヘતિ થઇ રહ્યું છે કે, ડીસેમ્‍બરના અંતભાગથી ડબલ્‍યુડીના એક પછી એક આગમનનો સીલસિલો જોવા મળી શકશે. ઉપરાંત શિયાળો મોડો શરૂ થયો છે તો ચાલશે પણ મોડે સુધી. આઇએમડીનો ગુજરાત માટેનો વર્તારો બે દિ' બાદ રાજયમાં તાપમાન થોડું ઉંચુ થઇ શકવાની સંભાવના દર્શાવે છે.

(11:36 AM IST)