<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

સુરેન્‍દ્રનગરમાં ભૂતિયા બેન્‍ક એકાઉન્‍ટ ખોલી લાખોનું ટ્રાન્‍જેક્‍શન કરાવવામાં આવતા હોવાનું નેટવર્ક ખુલ્‍યું

પ્રથમ તબક્કામાં ૪ લોકોના ખાતા ખોલાવ્‍યાઃ ૬૬ લાખ રૂપિયાનું તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશ સહિત ૪ રાજ્‍યોમાંથી ટ્રાન્‍જેક્‍શન

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: હાલના તબક્કામાં પોલીસ વિભાગ દ્વારા ઓપરેશન મ્‍યુલ હંટ શરૂ કરવામાં આવ્‍યું છે જેમાં સાયબર ગુનેગારોના સમગ્ર નેટવર્કને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે ત્‍યારે આ મુદ્દે સુરેન્‍દ્રનગરમાં પોલીસ વિભાગની ૨૦ જેટલી ટીમો કામે લાગી છે ને આ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે ખાસ કરીને ઓનલાઇન ફ્રોડના મારફત થી કરોડો રૂપિયા એક સેકન્‍ડમાં ડૂબી જતા હોય છે અને જિંદગીની કમાણી આવા ફ્રોડમાંથી પડાવી લેતા હોય છે ત્‍યારે આ નેટવર્ક ઝડપી પાડવા માટે ટીમોને કામે લગાડવામાં આવી છે. ત્‍યારે સુરેન્‍દ્રનગરમાં સૌથી મોટું નેટવર્ક ઝડપાયું છે જેમાં ભૂતિયા એકાઉન્‍ટ ખોલાવી અને ત્‍યારબાદ રૂપિયાનું ટ્રાન્‍જેક્‍શન કરાવી અને લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. સુરેન્‍દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ ખડીયા દ્વારા વઢવાણ શિયાળીની પોળ વિસ્‍તારમાં વસવાટ કરતા ફેજલ સરીફ ભાઈ મજેઠીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.

સુરેન્‍દ્રનગરના ઇન્‍ડસ્‍ટઇન્‍ડ બેંકમાં ખાતાઓ ખોલાવી અને ૬૬ લાખ રૂપિયા કરવામાં આવ્‍યા હોવાનું હાલ સામે આવ્‍યું છે. મળતીયાઓને સાથે રાખી અને તેમના એક્‍સેસનો ઉપયોગ કરી ખાતાધારકોના ખાતામાં સાયબર ફ્રોડમાં આવેલી રકમો ટ્રાન્‍સફર કરવામાં આવતી હતી અને ત્‍યારબાદ તે ઉપાડી લઈ અને વાપરવામાં આવતી હોવાનો પણ ધડાકો થયો છે.

ત્‍યારે ભૂતિયા એકાઉન્‍ટથી પ્રથમ તબક્કામાં ચાર લોકો પાસે ખાતા ખોલાવ્‍યા અને તેમને ૩,૦૦૦ થી લઈ અને ૫,૦૦૦ સુધીની રકમની ચુકવણી કરવામાં આવતી હતી અને તેના ખાતાનો ઉપયોગ કરવામાં આવતો હતો એવો પણ પૂછપરછમાં ધડાકો થયો છે આ મુદ્દે સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો છે અને આ સમગ્ર રેકેટ પાન પાર્લરના સંચાલક દ્વારા ચલાવવામાં આવતા હોવાનું પણ તપાસમાં ખોલ્‍યું છે હવે સુરેન્‍દ્રનગર બી ડિવિઝન પોલીસને આ મુદ્દે વધુ તપાસ સોંપણી કરી  છે.

તામિલનાડુ, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર અને આંધ્ર પ્રદેશના લોકોને ફોસલાવી અને તેમની સાથે સાયબર ફ્રોડ કરવામાં આવતું હતું અને આ ફ્રોડ કરેલા રૂપિયા છે તે સુરેન્‍દ્રનગરના ખાતેદારોમાં ટ્રાન્‍સફર કરાવવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે ત્‍યારે પ્રથમ તબક્કામાં ચાર જેટલા ખાતા નો ઉપયોગ કર્યા હોવાનું પોલીસ વિભાગને જાણવા મળ્‍યું છે હજુ પણ વધુ તપાસ ચાલુ છે અનેક પ્રકારના ધડાકાઓ થવાની શકયતા છે. પ્રથમ એક બેંક છે ઇન્‍ડસ્‍ટઇન તે બેંકમાં ખાતા ખોલાવી અને ૬૬ લાખ રૂપિયાનું ટ્રાન્‍જેક્‍શન કરાવ્‍યા હોવાનું ખુલવા પામ્‍યું છે.

(11:37 AM IST)