News of Saturday, 13th December 2025
બિલખાના બાદલપુર ગામે પરપ્રાંતિય યુવાનનો આપઘાત
જડકા ગામના પ્રૌઢાનો ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩: બિલખાના બાદલપુર ગામે પરપ્રાંતિય યુવાને ગળાફાંસો ખાઈને અને જડકા ગામના પ્રૌઢાએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી.મુળ રાજસ્થાનનો અને હાલ બીલખા પાસેના બાદલપુર ગામે રહેતો સમુદ્રસિંગ રામસિંગ રાઠોડ ઉ.વ. ૨૧ નામના યુવાને ગઈકાલે સવારે ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર દોરડા વડે ગળાફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી અને આત્મહત્યા પાછળનું કારણ મેળવવા તપાસ હાથ ધરી હતી. જ્યારે માળીયાહાટીના તાલુકાના જડકા ગામના સારબાઇ ઇસ્માઇલભાઇ લાખા ઉ.વ. ૫૦ નામના પ્રૌઢાને કમરનો દુખાવો રહેતો હોઇ અને થોડા સમયથી તેની માનસિક સ્થીતી સારી રહેતી ના હોઇ જેથી પોતે પોતાની બીમારીથી કંટાળીને પોતાની મેળે ગામના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી હતી
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
