News of Saturday, 13th December 2025
વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર રોંગ સાઇડ ટ્રક ચલાવાતા અકસ્માતઃ બેના મોત

વઢવાણ, તા., ૧૩: વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે અને વિરમગામ હાઇવે પર રામછાપરી- વિઠ્ઠલાપરા ગામ વચ્ચે આ ઘટના બની છે, પુર ઝડપે ચાલતા આઇસર ટ્રક ચાલકે બાઇકને અડફેટે લીધા હતા અને યુવાનો પર ટાયર ફરી વળતા તેમનું મોત થયું છે.મોડી રાત્રે આ ઘટના બની હોવાની વાત છે. જેમાં મહેશ (માયાભાઇ) દેવાભાઇ લોરીયા કોળીપટેલ ઉ.વ ૧૭, કિશનભાઇ બળદેવભાઇ રેથલીયા કોળીપટેલ ઉ.વ. ૩૦ ના મોત નિપજ્યા છે, બંને મૃતકો ભાસ્કરપરા ગામ તા-લખતરના રહેવાસી છે, અને અકસ્માતને લઇ વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથધરી છે. બાઇક ચાલકે વિઠ્ઠલાપરાથી રામછાપરી તરફ આવતા હતા એ દરમિયાન રોંગ સાઇડમા આવેલા આઇસર ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી છે
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
