<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એમ્બ્રોઇડરી વર્ક સાથે ફૂલની ડીઝાઇનવાળા વાઘા : ઓર્કિડ-શેવંતીના ફુલોનો શણગાર : ડાયમંડ જડીત મુગટ અર્પણ

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી : સાંજે 4:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન

રાજકોટ અ.૧૩ :    સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને એમ્બ્રોઇડરી વર્ક સાથે  ફૂલની ડીઝાઇનવાળા વાઘા  એવં  ઓર્કિડ અને શેવંતીના ફુલોનો શણગાર કરાયો અને ડાયમંડ જડીત મુગટ ધરાવવામાં આવ્યો છે. 

         આજે સવારે 5:30 કલાકે  મંગળા આરતી અને  સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા  કરવામાં આવી હતી.  આજે સાંજે 4:00 કલાકે રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો  લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

(11:55 AM IST)