News of Saturday, 13th December 2025
ઠંડક યથાવતઃ ગિરનાર ૬, નલીયા, ૯.૮ ડીગ્રી
રાજકોટમાં ૧ર.૯ ડીગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની વધુ અસર

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ ઠંડીનો ચમકારો યથાવત છે. લોકોને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ટાઢોડા સાથે શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે.
સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવતા લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૬, નલીયા, ૯.૮, રાજકોટ ૧ર.૮, જામનગરમાં ૧૩.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : ગિરનાર પર આજે સતત બીજા દિવસે પણ ૬ ડિગ્રી ઠંડી રહી હતી.
શુક્રવારે ગિરનાર પર્વત પર ૬.૩ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સામાન્ય ઘટાડા સાથે તાપમાન ૬ ડીગ્રી નોંધાતા ગિરનાર વિસ્તારમાં કાતિલ ઠંડી અનુભવાય હતી. બીજા દિવસે પણ તાપમાનનો પારો સ્થિર રહેતા પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો.
જુનાગઢ શહેરમાં સવારે લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રી રહેવાની સાથે ભેજનું ઙ્કમાણ વધીને ૮૩્રુ એ પહોંચી ગયું હતું તેના પરિણામે ઠંડીની અસર વધુ જોવા મળી હતી સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૨ કિમીની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લઘુતમ તાપમાન ૧૩.પ, મહત્તમ તાપમાન ર૯.પ, ભેજનું પ્રમાણ ૬૪ ટકા, પવનની ગતિ ૩.ર કિ. મી. છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ઠંડી વધી રહી છ.ે આજે શનિવારે લઘુતમ તાપમાન ગગડીને ૧૪.૮ ડીગ્રી નોંધાયું હતું. અને લોકોએ કડકડતી ઠંડી અનુભવી હતી.
આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહ્યું હતું. ત્યારે પવનની ઝડપ ર કી. મી. પ્રતિ કલાકની રહી હતી.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર ૬.૦ ડીગ્રી
અમદાવાદ ૧૪.૦ ડીગ્રી
બરોડા ૧ર.ર ડીગ્રી
ભુજ ૧૪.૪ ડીગ્રી
દમણ ૧પ.૦ ડીગ્રી
ડીસા ૧૩.૩ ડીગ્રી
દીવ ૧૩.૩ ડીગ્રી
દ્વારકા ૧૭.૬ ડીગ્રી
ગાંધીનગર ૧૩.૦ ડીગ્રી
જામનગર ૧૩.પ ડીગ્રી
કંડલા ૧પ.૩ ડીગ્રી
નલિયા ૯.૮ ડીગ્રી
ઓખા ર૧.૬ ડીગ્રી
પોરબંદર ૧૩.૪ ડીગ્રી
રાજકોટ ૧ર.૮ ડીગ્રી
સુરત ૧૩.૮ ડીગ્રી
વેરાવળ ૧૭.૩ ડીગ્રી
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
