News of Saturday, 13th December 2025
પૂ.દયાનંદગીરીજી મહારાજની ઇચ્છાનુસાર ચરાડવા- દ્વારકા પદયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત
ખંભાળીયા- દ્વારકા રોડ ઉપર ‘જય દ્વારકાધીશ ભગવાન...'ના ગગનભેદી નાદ ગુંજયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૩: ભાવિકોના આસ્થા કેન્દ્ર હળવદ તાલુકાના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમેથી બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છાનુસાર પૂ.અમરગીરી મહારાજની આગેવાનીમાં ચરાડવાથી દ્વારકા સુધીની પદયાત્રાનું ઠેર-ઠેર ભવ્યતાથી સ્વાગત કરવામાં આવી રહયું છે.
આજે વ્હેલી સવારે ૩ વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં ખંભાળીયા દ્વારકા રોડ પર આવેલ વડત્રા નજીક દ્વારકાધીશ આશ્રય સ્થાનથી શરૂ થઇ હતી. આજે બપોર સુધીમાં ચરકડા રોડ પર વિશ્રામ કરશે. આ પદયાત્રામાં મહિલાઓ તથા યુવાનો દ્વારા રાસની રમઝટ બોલાવતા તથા જય દ્વારકાધીશના જયઘોષ સાથે ભારે ઉત્સાહ સાથે આ યાત્રા આગળ વધી રહી છે.
બ્રહ્મલીન દયાનંદગીરીબાપુના આશિર્વાદથી ૧૦૦થી વધુ લોકો આ યાત્રામાં જોડાયેલ. ભકતોમાં કોઇપણ થાક વગર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલ પદયાત્રાને વધાવા જોવા માટે રસ્તા પર લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
