News of Saturday, 13th December 2025
પોરબંદરના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદી સેવાયજ્ઞનો પ્રારંભ
રાજ્ય કેબિનેટમંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિયાળ પરિવારના મોભી શ્રી રણછોડભાઈ શિયાળ અને શ્રી મનુભાઈ મોદીના હસ્તે થઈ શરૂઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૩: ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળા દરમ્યાન પોરબંદર ખાતે જુદી-જુદી શાળા કોલેજના હજારો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે છે અને ગત બે વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળ પરિવાર અને મોદી પરિવાર દ્વારા પ્રવાસી બાળકોને સંપૂર્ણપણે નિઃશુલ્ક ભોજન પ્રસાદીના સેવાયજ્ઞનું રેલ્વે સ્ટેશન સામે ભાણજી લવજી સેનેટરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે રાજ્ય કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિયાળ પરિવાર ના મોભી શ્રી રણછોડભાઈ શિયાળ અન મનુભાઈ મોદી ના હસ્તે શરૂઆત થઇ છે.
આજરોજ શ્રી નાલંદા હાઈસ્કૂલ અંકલેશ્વર ના ૧૨૫ બાળકો અને ૧૦ શિક્ષકો સહીત ૧૩૫, સાર્વજનિક વિદ્યાલય ગેડી રાપર કચ્છ ના ૧૦૫ બાળકો અને ૬ શિક્ષકો સહીત ૧૧૧ અને કાંસા -૨ પ્રાથમિક શાળા તા. સરસ્વતી જી. પાટણ, કાંસા ના ૫૫ બાળકો અને ૧૦ શિક્ષકો સહીત ૬૫ મળી કુલ ૩૧૧પ્રવાસી બાળકો - શિક્ષકો પોરબંદર પ્રવાસ અર્થે આવતા તેઓ ને પ્રસાદી ભોજન ભરપેટ જમાડવામાં આવ્યું હતું.
આ ભોજન પ્રસાદી આયોજન ને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહીત આગેવાનો એ બિરદાવી ને જણાવ્યું હતું કે, પોરબંદર આસપાસ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સ્કુલમાંથી વિદ્યાર્થીઓ પ્રવાસ માટે લાવવામાં આવે છે. તેઓને સ્વ.હીરાલાલભાઈ (ઇકુભાઈ) ગગનભાઈ શિયાળ પરિવાર, રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ અને મનુભાઈ મોદી તથા સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, પ્રવાસે આવતા ગુજરાત રાજયની તમામ શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે મહાપ્રસાદી (જમવા) ની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે સેવાયજ્ઞ ખરેખર ઉત્તમ કાર્ય છે. ગત બે વર્ષ થી થઈ રહેલ આ આયોજન નો હજારો વિદ્યાર્થીઓ ને લાભ મળ્યો છે ત્યારે આ વર્ષે પણ આ આયોજન રાખવામા આવ્યું છે જે શિયાળ - મોદી પરિવાર ની સેવા - સમર્પણ ભાવના સિદ્ધ કરે છે.
વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદી નો લાભ લેવા અપીલ આ સેવા કાર્ય જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ રહેશે, બપોરે ૧૧:૩૦ થી ૩:૦૦ સુધી ભાણજી લવજી સેનેટરી, રેલવે સ્ટેશન સામે, એસ.વી.પી. રોડ પોરબંદર ખાતે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આ મહાપ્રસાદી (ભોજન) નો લાભ લેવા ઇચ્છતી શાળાના સંચાલકોએ વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલા મનુભાઈ મોદી મો.૯૮૨૫૨૩૦૩૮૪, નરેન્દ્રભાઈ કાનાબાર (કાનાભાઈ) મો.૯૬૨૪૬૪૨૦૩૧, અક્ષીત કાનાબાર મો.૭૦૧૬૫૯૨૭૦૮ ઉપર જાણ કરવાની રહેશે
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
