News of Saturday, 13th December 2025
ચોટીલાના 'અકિલા'ના પત્રકાર સ્વ.કિર્તીભાઇ શાહના લઘુબંધુનુ અવસાન : સાંજે બેસણુ

ચોટીલા : પવિત્ર યાત્રાધામ ચોટીલાનાં જુની પેઢીના અખબારી એજન્ટ સ્વ. ભિખાલાલ ચતુરદાસ શાહ ના પૂત્ર તે પીઢ પત્રકાર તેમજ ચોટીલા દેરાવાસી જૈન સંઘના પૂર્વ પ્રમુખ સ્વ. કિર્તીભાઇ શાહ નાં લઘુબંધુ તે રાકેશભાઈ શાહ તેમજ પૂજાબેન કૌશિકકુમાર શાહ (પીંકીબેન) ના પિતાશ્રી તેઓ જાણીતા પત્રકાર જીજ્ઞેશભાઇ શાહ, હેમલભાઈ શાહ અને પાયલબેન પુલીન કુમાર શાહ ના કાકા તેમજ ધૃવીબેન શાહ, આજ્ઞાબેન શાહ, ધૈર્ય અને અર્હમ ના દાદા ચંદ્રકાંતભાઈ ભિખાલાલ શાહ (માવણી) ઉ. વ. ૭૪ તા. ૧૩/૧૨/૨૦૨૫ ને શનીવારના શ્રી અરિહંત શરણ પામેલ છે.
સ્વર્ગસ્થની અંતિમ યાત્રા આજે તેમના નિવાસ સ્થાન દેરાસર શેરી ખાતે થી આજે સવારે ૯:૦૦ કલાકે શોક ની ગ્લાની સાથે નિકળતા સગા સ્નેહીજનો સાથે તેમના મિત્રવર્ગ અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને તેઓનો પાર્થિવ દેહ ને તેમના પૂત્ર રાકેશભાઈ એ મુખાગ્નિ આપતા પંચ મહાભૂત માં વિલીન થયેલ હતો.
સ્વ. ચંદ્રકાંતભાઈ નિખાલસ અને હસમુખ સ્વભાવને કારણે દરેકના હૃદયમાં એક અલગ ચાહત ધરાવતા હતા. તેમજ ચોટીલા વિસ્તારમાં માવાણીના ઉપ નામ થી જાણીતા હતા. તેઓના અચાનક નિધન થી ચોટીલાનાં શાહ પરિવારમાં ઘેરો શોક છવાયેલ છે.
સ્વર્ગસ્થનું બેસણું આજે શનિવારનાં સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દેરાવાસી જૈન સમાજ ની ભોજનશાળા, દેરાસર શેરી ચોટીલા મુકામે રાખેલ છે
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
