<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

રાજકોટ કોર્ટના પકડ વોરંટના કામે ફરાર તાલાલા પંથકના

૪ ઇસમોને પકડી કોર્ટ હવાલે કરતી ગીર સોમનાથ પોલીસ

 

વેરાવળ તા. ૧૩ :.. ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલાલા પો. સ્‍ટે.ના પો. ઇ. જે. એન. ગઢવી દ્વારા કોર્ટની ન્‍યાયીક પ્રક્રિયાની આવગણના કરી વોરંટના કામે પોલીસ પકડથી બચવા નાસતા ફરતા ઇસમોને પકડી તેના વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા અંગે સુચના થઇ આવેલ હોય જે અન્‍વ્‍યે પોલીસ સબ ઇ. પી. વી. ધનેશાના માર્ગદર્શન હેઠળ આંકોલીવાડી ઓપી બીટ વિસ્‍તારના પો. સ્‍ટાફના માણસોએ ટીમ વર્કની હકિકતના આધારે પકડ વોરંટના કામે નાસતા ફરતા ચાર ઇસમોને  નામ વિનોદરાય બીખાભાઇ બારૈયા રહે. આંકોલવાડી, (ર) સલીમભાઇ ઉકાભાઇ મજગુલ રહે. જાંબુર ઝોર વિસ્‍તાર (૩) જાકીર હુસેનભાઇ મુંગારા રહે. જાબુર ઝોક વિસ્‍તાર (૪) શરફરાજ કરીમભાઇ મજગુલ રહે. જાંબુર ઝોક વિસ્‍તાર તા. તાલાલાને ઝડપી લીધા છે. આ કામગીરી પો. ઇ. જે. એન. ગઢવી તાલાલા પોલીસ સ્‍ટેશન, પો. સબ. ઇ. પી. વી. ધનેશા આંકોલવાડી ઓ. પી. ઇ. પો. હેડ કો. એમ. ડી. ગોસ્‍વામી, પો. કો. સંજયભાઇ વીરાભાઇ વાળા, પો. કો. શૈલેષભાઇ ઓઘડભાઇ સોસાએ કરી હતી.

(1:12 PM IST)