<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

આઠ વર્ષ પહેલા કોડીનારના નાનાવાડા ગામથી ગૂમ થયેલ યુવતિ મળી આવી

કંકાસથી ત્રાસી ગામના શખ્‍સ સાથે રાજીખુશીથી રહેવા ચાલ્‍યા ગયેલઃ શાપર/રાજકોટમાં રહેતા હતા

વેરાવળ, તા.૧૩: કોડીનાર પો.સ્‍ટે. ગુમ રજી.ની ગૂમ યુવતિને રાજકોટ શાપર ખાતેથી એલ.સી.બી.ના પો.સબ ઇન્‍સ.એ. સી.સિંધવ તથા પો.હેડ કોન્‍સ. હીતેશભાઇ વાળા એ શોધી કાઢેલ છે.

ગુમ થનાર યુવતી (૧) કંચનબેન વા/ઓ ગીરીશભાઇ કાળાભાઇ સોસા ડો/ઓ લખમણભાઇ સીદીભાઇ વાઢેર ઉ.વ.૩૨. રહે.નાનાવાડા તા.કોડીનારના ૧૯૯૭ માં નાનાવાડા ગામના ગીરીશભાઈ કાળાભાઈ સોસા સાથે લગ્ન થયેલ હોય અને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય તેઓના પતિ ગીરીશભાઇ દારૂ પીને હેરાન પરેશાન અને ત્રાસ આપતા હોય જે કંકાસથી કંટાળી જઈ પોતે પોતાના ગામના ભરત માનસીંગભાઇ સાથે કોઇને કહયા વગર રાજીખુશીથી રહેવા જતી રહેલ અને ભરૂચ ખાતે બે ત્રણ વર્ષ રહેલ ત્‍યારબાદ રાજકોટ શાપર ખાતે રહેવા લાગેલ.

આ કામગીરી એસ.વી.રાજપુત, પોલીસ ઇન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથ, એ.સી.સિંધવ, પો.સબ ઇન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથ, એચ.એલ. જેબલીયા, પો.સબ ઇન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથ, નરેન્‍દ્રભાઇ પટાટ, પો.હેડ કોન્‍સ.એલ.સી.બી., ગીર સોમનાથ, હીતેષભાઇ વાળા, પો.હેડ કોન્‍સ.એલ. સી.બી., ગીર સોમનાથ, રવિરાજસિંહ બારડ, પો.કોન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોડ ગીર સોમનાથ, નિલેશગીરી નિમાવત, ડ્રા.એ. એસ. આઇ. એલ.સી.બી., ગીર સોમનાથ એ કરી હતી.

(1:13 PM IST)