<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ડારી ગામે સરાજાહેર પત્‍નિની હત્‍યા કરી પતિએ આપઘાત કરી લીધો

વેરાવળ વિસ્‍તારમાં સનસનાટી : હિનાબેન ચાંડપા રિસામણે હતા : પતિ સેન્‍ટીંગનું કામ કરે છે : ૬ થી ૭ છરીના ઘા મારેલ : પતિ વિનોદભાઇ ધોળીયા ફરાર થઇ ઝેરી દવા પી લીધી

 

આરોપી પતિથ તથા મહીલા પત્‍નિની ફાઇલ તસ્‍વીર(તસ્‍વીર - અહેવાઃ દિપક કક્કડ -વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: તાલુકાના ડારી ગામે રહેતી મહીલાના લગ્ન તાતીવેલા ગામે થયેલ હતા તે છેલ્લા ૮ થી ૧૦ માસથી રીસામણે હોય તેનો પતિ અવાર નવાર ધમકી મારતો હોય આજે સવારે ૮ વાગ્‍યાના અરસામાં ડારી મોટર સાઈકલ લઈને પહોચેલ હતો અને તેમની પત્‍ની કટલેરી ની દુકાન પાસે ખરીદી કરવા આવતા જાહેરમાં છ થી સાત છરી ના ધા મારતા ઘટના સ્‍થળે તેમનુમળત્‍યુ થયેલ હતું સ્‍થળ ઉપર થી તેનો પતિ નાશી ગયેલ હતો. અને પાછળથી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે.

ડારી ગામે રહેતા હીનાબેન ચાંડપા ના લગ્ન વર્ષો પહેલા તાતીવેલા રહેતા સેન્‍ટીગ નો ધંધો કરતા વિનોદભાઈ ધોળીયા સાથે થયેલ હતા લગ્ન જીવન દરમ્‍યાન બે બાળકો છે તે બહાર અભ્‍યાસ કરતા હોય આઠેક માસ પહેલા પત્‍ની ઉપર હુમલો કરેલ હોય તેમજ અવાર નવાર દુઃખ ત્રાસ આપતો હોય તેથી તે તેમના માતા પિતા ના ધરે ડારી પરત આવી ગયેલ હોય અને તેને ભરણપોષણ નો કોર્ટ માં કેસ કરેલ હોય કોર્ટ માં તારીખ હોય ત્‍યારે તેનો પતિ પાછળ પાછળ આવતો હતો અને વારંવાર ધમકી પણ આપતો હતો થોડા સમય પહેલા વેરાવળ આવેલ હતા ત્‍યારે પણ પીછો કરી ધમકી આપેલ હતી જેથી ટાવરચોક પોલીસ ચોકીમાં અરજી પણ આપેલ હતી આજે સવારે ૮ વાગ્‍યાના અરસામાં હીનાબેન મચ્‍છી માર્કેટ પાસે કટલેરી ની દુકાન હોય ત્‍યાં ખરીદી કરવા ગયેલ અચાનક તેના પતિ એ આવી સીધોજ સરા જાહેર છરી વડે હુમલો કરેલ હતો અને છ થી સાત ધા મારેલ હતા જેથી લોહી ના ફુવારા છુટવા લાગેલ હતા આજુ બાજુ રહેલી મહીલાઓ અને પુરૂષો માં પણ ભાગદોડ મચેલ હતી છરી મારીને તેનો પતિ સ્‍થળ ઉપર થી ભાગી ગયેલ છે મહીલા ને વેરાવળ સીવીલ હોસ્‍પીટલ માં લાવેલ ત્‍યાં તેમને મળત જાહેર કરેલ હતા.

મળત્‍યુ પામનાર મહીલાના પરીવાર ના હીરેરનભાઈ ચાંડપા એ જણાવેલ હતું કે બહેન ૮ થી ૧૦ માસ થી ધરે હતા તેનો પતિ વારંવાર શંકા કુંશકા કરી મારમારતો હોય જેથી રીસામણે આવેલ હતા તેના બન્ને બાળકો બહાર અભ્‍યાસ કરે છે મોટરસાઈકલ લઈને તેનો પતિ આવેલ હતો તે બનાવ ના સ્‍થળે પડેલ છે અને છરી પણ ત્‍યાંથી મળી આવેલ છે આ બનાવ બનતા નાનકડા એવા ડારી ગામમાં  અરેરાટી વ્‍યાપેલ છે.

ચાર દિવસ પહેલા સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે ભાઈએ ભાઈ ઉપર લાકડા વડે હુમલો કરી જાનથી મારી નાખેલ હતો વેરાવળસુત્રાપાડા તાલુકામાં પરીવારોમાં બે હત્‍યા થતા ભારે ખળભળાટ વ્‍યાપેલ છે.

દરમિયાન મોડેથી મળતા અહેવાલ મુજબ પત્‍નિની હત્‍યા કરી નાખેલ પતિએ કોઇપણ કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું બહાર આવેલ છે.

(1:02 PM IST)