News of Saturday, 13th December 2025
પતિ પત્નિ વચ્ચેના વિવાદી કેસમાંસ્ત્રીઓના હકકને રક્ષણ આપતો જુનાગઢ ફેમેલી કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ, તા. ૧૩: જુનાગઢ ફેમીલી કોર્ટમાં વર્ષ-૨૦૧૧ માં પત્નિ દ્વારા પતિ સામે ભરણપોષણ મેળવવા અરજી અરજી કરવામાં આવેલ. જેને જુનાગઢના ફેમીલી કોર્ટના જજ દ્વારા વર્ષ-૨૦૧૩ માં નકારી કાઢવામાં આવેલ. ત્યારબાદ પત્નિ દ્વારા સદરહુ ફેમીલી કોર્ટના હુકમને ચેલેન્જ કરવામાં આવેલ કરેલ. જેમા ગુજરાત હાઈકોર્ટ દ્વારા બંન્ને પક્ષોને સાંભળી અને જુનાગઢના ફેમીલી કોર્ટનો હુકમ રદ કરી અને દંપતીની અરજી ફેર સાંભળવા માટે જુનાગઢની ફેમીલી કોર્ટને આદેશ કરેલ. ત્યારબાદ કેસ ચાલી જતા જુનાગઢના ફેમીલી કોર્ટના પ્રીન્સીપાલ જજ શ્રી પી.એચ. સીંધ દ્વારા તા. ૨૮/૪/૨૦૨૫ ના રોજસ્ત્રીઓના હકકને રક્ષણ આપતો સિમા ચિન્હ ચુકાદો આપેલ છે. જે દરેક સમાજ માટે આવકારી બનેલ છે.
સદરહુ કેસમાં જુનાગઢના ફેમીલી કોર્ટના પ્રીન્સીપાલ જજ શ્રી પી.એચ. સીંઘના ચુકાદામાં મહત્વના તારણ આપેલ છે જેમ કે, અરજદાર(મહીલા)ના અગાઉના લગ્ન અંગે માન્ય નોટરીશ્રી સમક્ષ છુટાછેડાના દસ્તાવેજને આધારે નવા સબંધોમાં પ્રવેશ કર્યો અને બંન્ને પક્ષકારોએ ઇચ્છા વ્યકત કરી અને તા.૫/૪/૨૦૧૧ ના રોજ પુર્નવિવાહ એટલે કે બ્રાહમણ સમાજમાં પ્રચલીત ‘ઘરઘરણું' કરવામાં આવેલ. જેને આધારે હાઇકોર્ટના આ કેસમાં સમાયેલ તારણો તેમજ નિષ્કર્યો ધ્યાને લઈ ‘ઘરઘરાઉ' લગ્ન અમુક સમુદાયમાં પ્રચલીત અને માન્ય રીવાજ તરીકે સ્વીકાર્ય છે તેમજ હીન્દુ કાયદામાં ખાસ કરીને હીન્દુ મેરેજ એક્ટમાં ‘ઘરઘરાઉ', ‘ઘર-ઘરણું' જેવી લગ્નની કોઈ કાનુની વ્યાખ્યા અથવા જોગવાઇ નથી. તેમછતા સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ ‘ઘરઘરાઉ' લગ્નને સમાજમા રીવાજરૂપે અનુસરવામાં આવે છે.
વિશેષમાં આ રિવાજમા કોઇ લેખીત સ્વીકળતી છે કે ‘શ્રુતી' સ્વરૂપે પ્રચલીત પરંપરા તરીકે પણ માન્ય છે ‘ભગવદગૌમંડળ' અને શબ્દકોશમાં ‘ઘર-ઘરાઉ' અર્થનુ વ્યાખ્યાન ‘પુર્નલગ્ન' તરીકે દર્શાવામાં આવેલ છે. આવી વિધી મુખ્યત્વે નીચેના સંજોગોમાં કરવામાં આવે છે. જેમાં વર અથવા કન્યા વિધુર/વિધવા હોય. અનિવાર્ય પરિસ્થિતિઓને કારણે ધ્વીત્ય લગ્ન કરવાની જરૂર પડે. કુટુંબની આર્થીક મુશ્કેલી હોય અને પરંપરાગત વિધીનો ખર્ચ ઉઠાવી નશકતુ હોય તથા સામાજીક ટીકા ટાળવા અથવા મર્યાદિત ઉપસ્થીતિમાં લગ્ન વીધી કરવી હોય.
આવા રિવાજો લાંબા સમયથી ચાલતી પરંપરાઓ છે જે મોટા વર્ગ ધ્વારા પણ સ્વીકારવામાં અને અનુસરવામાં આવે છે અને જયાં કોઈ સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ ન હોય ત્યાં માન્ય ગણાય છે. આવા રિવાજો નિયમો સાથે સમાજની બદલતી આવશ્યકતાઓ અનુસાર પરિવર્તીત અને વિકસીત થયા છે. ભારતના સંવિધાનની કલમ-૧૩ હેઠળ રીવાજોને કાનુનના એક ઘટક તરીકે માન્યતા અપાયેલ છે. તેમજ કોર્ટનું અવલોકન મુજબ ‘ઘરઘરણુ' વિધી સૌરાષ્ટ્રના કેટલાક બ્રાહમણ સમુદાયોમા માન્ય, પ્રચલીત અને સામાજીક રીતે સ્વીકારેલ છે અને હીન્દુ મેરેજ એક્ટની કલમ-૭ મુજબ કોઇપણ હિન્દુ લગ્ન પ્રચલીત રિવાજો અનુસાર કરવામાં આવે તો તે કાયદેસર માન્યતા પ્રાપ્ત કરે છે.
તેમજ માનનિય સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણય અનુસાર, ભરણપોષણ સબંધીત સી.આર.પી.સી. (બી.એન.એસ.એસ.)ની કલમ-૧૨૫ હેઠળ લગ્ન પુરવાર કર વાની જરૂર રહેતી નથી, પતિ-પત્નિ તરીકે દંપતી સાથે રહેતા હોય તો કાયદો તેમને વૈવાહીક દંપતી માનવા દે છે અને તેમા પ્રવેશ કરનાર મહીલાને કાનુન રક્ષણ આપે છે.
આમ ઉપરોક્ત તમામ બાબતો તેમજ વડી અદાલતોના નિષ્કર્ષ ધ્યાને લઇ કોર્ટના તારણોમાં આવા રિવાજો વીધીથી થયેલ લગ્નને માત્ર ટેકનીકલ કારણોસર અમાન્ય માનવાની કોઇ પરિસ્થિતિ ઉભી થતી નથી. જેથી રિવાજો વિધી માન્ય હોવાથી ભરણપોષણનો હકક અંગે અરજદાર મહીલાના હકકોને કાયદો સુરક્ષા આપે છે. તેવો જુનાગઢના ફેમીલી કોર્ટના પ્રીન્સીપાલ જજ શ્રી પી.એચ. સીંઘ સાહેબે સિમા ચીન્હ ચુકાદો આપેલ છે
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
