News of Sunday, 14th December 2025
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ – “હર ઘર સંપર્ક અભિયાન” સાથે પંચ પરિવર્તન પર જનજાગૃતિ.
સંઘના સ્વયંસેવકો સ્થાનિક સમાજના તમામ વર્ગો સાથે સીધો સંપર્ક કરશે અને દેશભક્તિ, સેવા અને સંસ્કારના સંદેશને વધુ મજબૂત બનાવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પોતાના સ્થાપનાના 100 વર્ષના અવસર પર સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાં 14 ડિસેમ્બર 2025 થી 4 જાન્યુઆરી 2026 સુધીના 21 દિવસના સમયગાળામાં વિશાળ સ્તરે “હર ઘર સંપર્ક અભિયાન” હાથ ધરવા જઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત સ્વયંસેવકો ઘર-ઘરે જઈને સંઘના કાર્ય, વિચારધારા અને સમાજસેવાની પ્રવૃત્તિઓ અંગે જનચેતના ફેલાવશે.
આ કાર્યક્રમ દરમિયાન સંઘના સ્વયંસેવકો પંચ પરિવર્તનના મહત્વના વિષયો
1. સામાજિક સમરસતા
2. પર્યાવરણ સંરક્ષણ
3. કુટુંબ પ્રબોધન
4. સ્વ આધારિત જીવન
5. ,નાગરિક કર્તવ્ય બોધ
વિશે વિશેષ ચર્ચા કરશે.
આ અભિયાનનો હેતુ દરેક ઘરના સભ્યોને રાષ્ટ્રીય પુનર્નિર્માણની પ્રક્રિયામાં જોડાવું અને સમાજમાં સકારાત્મક મૂલ્યોની સ્થાપના કરવાનો છે. સંઘના સ્વયંસેવકો સ્થાનિક સમાજના તમામ વર્ગો સાથે સીધો સંપર્ક કરશે અને દેશભક્તિ, સેવા અને સંસ્કારના સંદેશને વધુ મજબૂત બનાવશે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષના આ પાવન અવસરને અનુલક્ષીને, આ અભિયાન એકતા, સ્વયંભૂ સેવા અને સમાજહિતના નવનિર્માણનું પ્રતિક બનશે
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
