ધોરાજી લોક અદાલતમાં વાહન અકસ્માતના કુલ ચાર કેસમાં સમાધાન: તમામ કેસમાં ગો ડીજીટ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓના સહકારથી એક કરોડ 48 લાખ ચાલીસ હજાર વળતર પેટે ચૂકવાયા.
ધોરાજી કોર્ટમાં લોક અદાલતની સફળતા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજી લોક અદાલતમાં આજરોજ વાહન અકસ્માતના કુલ ચાર કેસમાં સમાધાન થયેલું જે તમામ કેસમાં ગો ડીજીટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની ના અધિકારીઓના સહકારથી એક કરોડ 48 લાખ ચાલીસ હજાર વળતર પેટે ચૂકવાયા છે
નેશનલ લોક અદાલત નું આયોજન લોકોને ઝડપી અને સમાધાનકારી ન્યાય મળે તે માટે થઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજરોજ ધોરાજી મોટર એકસીડન્ટ ક્લીમ ટરીબ્યુનલ સમક્ષ તારીખ 2 7 2025 ના સ્વર્ગસ્થ અને તેમના પત્ની અને પુત્ર પરત આવતા હતા ત્યારે વાહન અકસ્માત સર્જાયેલો હતો. તેના અંગે વળતર માટે મયુરભાઈ એમ કોયાણી (પટેલ) તથા કલ્પેશભાઈ હિરપરા એડવોકેટ તરફથી. 22/7/2025 ના રોજ 53-2025 તથા 54 2025 તથા 55 2025 થી વારસદારો દ્વારા વળતર તથા તેમને થયેલી ઇજા નું વળતર અંગેની દાદ માંગવામાં આવેલી હતી. પ્રતિપક્ષ તરફે ગો ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફે વકીલ વિપુલભાઈ કક્કડ રોકાયેલા હતા. નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ એમ શેખ સાહેબનો અભિગમ રહ્યો છે કે, મૃત વ્યક્તિના પરિવારજનોને જેટલું વહેલું વળતર મળે અને તે પણ કાયદાની તમામ પ્રક્રિયાને અનુસરીને અને શક્ય તેટલી ન્યાયિક થાય તેવી રકમ વળતર પેટે મળે તે આવકાર્ય છે. અને એક વ્યક્તિના જવાથી સમાજના ગતિમાં તેમના પરિવારજનો ભળી શકે. આ શુદ્ધ અભિગમ સાથે ગો ડીજીટ જનરલ ઇન્શ્યોરન્સના લીગલ મેનેજર દીપ યુ દવે, એડવોકેટ વી કે કક્કડ તેમજ અરજદારના એડવોકેટ મયુરભાઈ એમ કોયાણી અને કલ્પેશભાઈ હિરપરાને સમાધાનની ચર્ચા દ્વારા નિકાલ લાવવા આગ્રહ કરવામાં આવેલ. કન્સિલિયેટરોની સમજાવટ અને અદાલતના અભિગમથી પ્રેરિત થઈ અને વીમા કંપની તરફથી પણ હકારાત્મક વલણ અપનાવવામાં આવેલું. સામા પક્ષે અરજદાર તરફે પણ હકારાત્મક વલણ નું સર્જન થયું અને આવા સંજોગોમાં માત્ર અકસ્માત ની તારીખથી પાંચ માસના સમયગાળામાં મરણ જનાર ના વારસદારોને રૂપિયા ૧,૨૫,૦૦,૦૦૦/- વળતર પેટે તથા ઇજા પામનાર પત્નીને ₹8,50,000 તથા ઇજા પામનાર પુત્ર ને રૂપિયા બે લાખ ચાલીસ હજાર વળતર મંજૂર કરી અને ઞો ડીજીટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની તરફથી આ તમામ ચેક પણ આજરોજ નામદાર અદાલત સમક્ષ જમા કરાવવામાં આવેલા. નેશનલ લોક અદાલત નો ખરો હેતુ લાભાર્થી સુધી એટલે કે પક્ષકારના વારસદારો સુધી મળ્યો અને ખરા અર્થમાં લોક અદાલત દ્વારા ઝડપી અને સમાધાનકારી ન્યાયનો હેતુ સિદ્ધ થયો.
તાલુકા લીગલ સર્વીસ ઓથોરિટીના ચેર પર્સન અને ધોરાજીના મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સુનિલકુમાર વામનભાઈ વાઘ એ જણાવેલ કે નેશનલ લોક અદાલતના ઊંડા હેતુ સિદ્ધ કરવા માટે ધોરાજી વકીલ મંડળના સાથ સહકારથી 296 કેસ આજરોજ ફેશલ થયા છે. જેમાં વેપારીઓના લેણા અંગેના ચેક રીટનના કેસમાં લગભગ 70 લાખથી વધારે રકમના સમાધાન થયા છે અને અન્ય ગુનાઓમાં પણ આરોપી પક્ષે કબુલાત આપતા સરકારને દંડની આવક થયેલી છે. આ પ્રકારે બધાના સાથ સહકારથી ધોરાજી કોર્ટના આશરે 15% જેટલું લીટીગેશન પણ ઓછું થયું છે. સાથે સાથે વાઘ સાહેબ એ જણાવેલ કે રાષ્ટ્રીયકૃત બેંકો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના પણ પ્રિલીટીગેશન લોક અદાલતનું આયોજન હતું જેમાં ૪૭ કેસમાં સમાધાન થયેલું હતું. જેથી ધોરાજી કોર્ટમાં 47 કેસ ફાઈલ થતા પહેલા જ સમાધાન થઈ ગયું અને ખરા અર્થમાં લોક અદાલતનો હેતુ પક્ષકારો અને વકીલોના સહકારથી સિદ્ધ થયો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
