<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે મૂંગા પશુ-પક્ષીઓની વિશેષ કાળજી લેવાનું શરૂ

ઠંડીના પારો ગગડતાની સાથે જ વન્યજીવોને કોઈ પણ પ્રકારની બીમારી કે તકલીફ ન પડે તે માટે ઝૂ મેનેજમેન્ટ દ્વારા 'વિન્ટર મેનેજમેન્ટ' હેઠળ અનેક સુવિધાઓમાં વધારો કરાયો

જૂનાગઢ : ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક અને પ્રાકૃતિક સૌંદર્યથી સભર જૂનાગઢ શહેરમાં હવે શિયાળાની ઋતુએ જમાવટ કરી છે. સામાન્ય જનજીવન ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ મૂંગા પશુ-પક્ષીઓની વિશેષ કાળજી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ માત્ર પ્રવાસન સ્થળ નથી, પરંતુ હજારો વન્યજીવોનું સુરક્ષિત આશ્રયસ્થાન છે. ઠંડીના પારો ગગડતાની સાથે જ વન્યજીવોને કોઈ પણ પ્રકારની બીમારી કે તકલીફ ન પડે તે માટે ઝૂ મેનેજમેન્ટ દ્વારા 'વિન્ટર મેનેજમેન્ટ' હેઠળ અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.  


 

(12:26 AM IST)