હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચત અંગે જનજાગૃતિ ફેલાવવા રેલી યોજાઈ.
અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા અને નાગરિકોને વીજ બચત તથા સલામતીનો સંદેશ આપ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચત અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નટરાજ ફાટકથી શરૂ થઈ ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને નાગરિકોને વીજ બચત તથા સલામતીનો સંદેશ આપ્યો હતો.
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા આજે વીજ સલામતી અને ઉર્જા બચત સપ્તાહ અંતર્ગત આજે રેલી યોજાઈ હતી. નટરાજ ફાટકથી શરૂ થયેલી આ રેલી ભક્તિનગર સર્કલ સુધી પહોંચી હતી. રેલી દરમિયાન વીજ બચત, વીજ સલામતી તથા ગ્રીન એનર્જી અંગેના સંદેશો ધરાવતા બેનર અને પોસ્ટરો સાથે કર્મચારીઓએ જનજાગૃતિ ફેલાવી હતી. ડિસેમ્બર મહિનામાં વીજ બચત અને વીજ સલામતીને ધ્યાનમાં રાખી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણોની સ્વીચ બંધ રાખીને વીજ બચત કરવી જોઈએ. “વીજ બચત એ જ વીજ ઉત્પાદન” ના સૂત્રને સાર્થક કરવા સૌએ પ્રયાસ કરવો જરૂરી છે. ભવિષ્યમાં કોલસો અને પેટ્રોલિયમ જેવા પરંપરાગત ઈંધણના સ્ત્રોત ઓછા થશે, તેથી સૌએ સોલાર અને પવન ઉર્જા જેવી ગ્રીન એનર્જી તરફ વળવું જોઈએ. આ ઉર્જા માત્ર બચતરૂપ નથી પરંતુ પર્યાવરણ માટે પણ લાભદાયી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
