હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોડીનારનો યુવાન રહસ્યમય સંજોગોમાં લાપતા થયો પરિવારજનો ચિંતિત.
પરિવારે આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની અરજી નોંધાવી છે

કોડીનાર : ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં એક સુખી અને જાણીતા પરિવારનો યુવાન રહસ્યમય સંજોગોમાં લાપતા થતા સમગ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમેરામેનનો વ્યવસાય કરતા કૌશિકભાઈ નાથાભાઈ સોચા (ઉંમર આશરે ૩૮) ગત તારીખ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ ની વહેલી સવારથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ પાસેથી ગુમ થયેલા છે.પરિવારે આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુમસુદાની અરજી નોંધાવી છે. કૌશિકભાઈના ભાઈ મનોજભાઈ સોચા, મિત્રો, સગા-સંબંધીઓ અને સમાજના આગેવાનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કૌશિકભાઈની સઘન શોધખોળ ચાલી રહી છે.
પ્રાપ્ત CCTV ફૂટેજમાં કૌશિકભાઈ ૧૦ તારીખની વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં એક ખુરશી પર બેઠેલા જોવા મળે છે. ફૂટેજમાં દેખાય છે કે તેઓ ઊભા થતા પડી જાય છે અને આમતેમ ગોથા ખાય છે. ફૂટેજ જોતા તેમનું શરીર અસ્વસ્થ કે કમજોર હોય તેવું લાગી રહ્યું છે.
લોકોમાં એવી ચર્ચા છે કે કૌશિકભાઈ નદીમાં હોઈ શકે છે. આ ધારણાના આધારે વેરાવળ અને કોડીનાર નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમો દ્વારા નદીના કાંઠે સખત તપાસ શરૂ કરવામાં આવી હતી. આ શોધખોળમાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. જોકે, નદીમાંથી કોઈ નક્કર માહિતી કે કડી મળી શકી નથી. અન્ય જાણી-અજાણી જગ્યાઓ પર પણ શોધખોળ ચાલુ છે.
કૌશિકભાઈ સોચાના ગુમ થવાના બનાવ અંગે કોડીનાર પોલીસે સત્તાવાર રીતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કૌશિકભાઈ શરીરને પાતળા અને રંગે રૂપાળા છે. સુખી પરિવારના દીકરા હોવા છતાં તેમના આ પ્રકારે અચાનક લાપતા થવા પાછળનું કારણ હજુ અકબંધ છે, અને પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
