<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

બોટાદના સાગાવદર ગામે વ્યાજની ઉઘરાણી મામલે યુવક પર પાંચ જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો

યુવકની ઈજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી. હોસ્પિટલ) ખાતે રિફર કરાયો

બોટાદના સાગાવદર ગામે વ્યાજની ઉઘરાણી મામલે એક યુવક પર પાંચ જેટલા શખ્સોએ લોખંડની પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો હતો.હુમલામાં યુવકનો પગ ભાંગી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

, બોટાદ તાલુકાના સાગાવદર ગામમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ લોરીયા નામના યુવકે આજથી બે વર્ષ પહેલા પોતાના જ ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળિયા પાસેથી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા. જોકે, આર્થિક સંકડામણને કારણે યુવક આ રકમ કે તેનું વ્યાજ સમયસર ચૂકવી શક્યો ન હતો.

આ બાબતની અદાવત રાખીને જયુભાઈ ગોવાળિયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ અનિલભાઈને ઘેરી લીધા હતા અને લોખંડની પાઈપો વડે બેફામ માર માર્યો હતો. વ્યાજખોરોએ યુવકને એટલી હદે માર્યો હતો કે તેનો પગ ભાંગી ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

(8:11 PM IST)