<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ઊના-પોરબંદર રૂટની એસટી બસ ચેક કરતા ટિકિટ વગરના મુસાફરને બદલે દારૂ મળ્‍યો

પોલીસે ૧૨૨૦૦ની કિંમતનો ૧૨૨ બોટલ વિદેશી દારૂ કબજે લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૫: ઊના-પોરબંદર રૂટની એસટી બસ ચેક કરતા ટિકિટ વગરના મુસાફરને બદલે દારૂ મળી આવતા પોલીસે ૧૨૨૦૦ની કિંમતનો ૧૨૨ બોટલ વિદેશી દારૂ કબજે લીધો હતો.

ગઈકાલે સવારે માંગરોળ તાલુકાના શીલ પાસે એસટી વિભાગના અધિકારીઓએ બસોનું ચેકીંગ હાથ ધર્યું હતું.  આ દરમિયાન ઊના-પોરબંદર રૂટની જીજે ઝેડ ૯૭૧૪ નંબરની બસ આવતા તેને રોકી મુસાફરોની ટિકિટ ચેક કરવાનું શરૂ કરાયું હતું. ટિકિટ ચેક કરતી વખતે એસટી બસની કાંધી પરથી ગ્રે કલરનો થેલો મળી આવ્‍યો હતો. જેથી તેને ખોલીને જોતા ઇંગ્‍લિશની ૧૨૨ બોટલ મળી આવી હતી આથી પરિવહન વિભાગના આસી. ટ્રાફિક ઓફિસર પ્રવીણભાઈ કાળાએ શીલ પોલીસ મથક પર જાણ કરી હતી.  જેના પગલે પોલીસે દોડી આવી રૂપિયા ૧૨,૨૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૨૨ બોટલ સાથેનો થેલો કબ્‍જે લીધો હતો અને અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધી દારૂનો જથ્‍થો કયાંથી લાવવામાં આવ્‍યો હતો અને કોને પહોંચાડવાનો હતો દિશામાં તપાસ હાથ ધરી હતી.

 

(10:35 AM IST)