<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ચોટીલા-રાજકોટ હાઈવે પર ચાર વાહનો વચ્‍ચે અકસ્‍માત

 

વઢવાણ, તા. ૧પઃ ચોટીલા-રાજકોટ હાઈવે પર નાની મોલડી ગામ નજીક બે ટ્રક, બસ અને વેગનાર કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસમાતમાં કારમાં ફસાયેલા ત્રણથી ચાર લોકોને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્‍યા હતા. કારમાં સવાર સુરેન્‍દ્રનગરનો મોચી સમાજનો પરિવાર મોરબી મેરેજમાં જઇ રહ્યો હોવાનું જાણવા મળ્‍યું છે.

નાની મોલડી નજીક અકસ્‍માતમાં મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ અકસ્‍માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પરિણામે અનેક વાહનચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. આ અકસ્‍માતની ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક પોલીસ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી હતી અને અકસ્‍માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ટ્રાફિક વ્‍યવસ્‍થા પૂર્વવત કરવાના પ્રયાસો પણ કર્યા હતા.

(1:40 PM IST)