<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

વાંકાનેરના રાજવી-સાંસદ ઝાલાએ જામ દિગ્‍વિજયસિંહજીને ‘ભારત રત્‍ન' આપવા દિલ્‍હીમાં રજુઆત કરી

 

વાંકાનેર, તા.૧૫: ડો.જયેન્‍દ્રસિંહ જાડેજા અને ca શ્રી કરતારસિંહ ચૌહાણએ કેસરીદેવસિંહજી ઑફ વાંકાનેર (સંસદ સદસ્‍ય) ના દિલ્‍હી ખાતેના નિવાસ સ્‍થાને રૂબરૂ મુલાકાત કરીને; તેઓને ઘરે તાજેતરમાં યુવરાજ અને વાંકાંનેર રાજ ઘરાના કુળ દીપક સરતાંશસિંહજીનો જન્‍મ થયો છે, તે બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. તેમજ તાજેતરમાં તેઓશ્રી દ્વારા જામ શ્રી દિગ્‍વિજયસિંહજીને ભારત રત્‍ન આપવા માટે, તેમજ રજવાડા મ્‍યુઝીયમ જલ્‍દી કાર્યાન્‍વિત કરવા અંગે દેશની સર્વોચ્‍ચ સંસ્‍થા સંસદમાં મજબુત રજૂઆત કરી તે બદલ ધન્‍યવાદ પાઠવ્‍યા હતા

(11:15 AM IST)