<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાની ૨૦૨૫ની અંતિમ રાષ્ટ્રીય લોક- અદાલત/સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીટીંગનું વર્ષનું સર્વશ્રેષ્ઠ પરીણામ

કુલ ૪૫૨૦ કેસોનો સુખદ નિવેડો લાવવામાં આવેલ, જેમાં કુલ ૭,૧૦,૮૩,૮૦૯ રકમના હૂકમો પેન્‍ડીંગ કેસોમાં એક જ દિવસમાં ૨૭.૦૫ ટકાનો નોંધાયેલો મહત્‍વનો ઘટાડો

જામખંભાળીયા,તા.૧૫: ધી નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ-૧૯૮૭, સુપ્રિમ કોર્ટની અનુશ્રામાં રાષ્ટ્રીય લેવલ ઉપર કાનૂની સેવાના ક્ષેત્રમાં કામ કરતી ઓટોનોમસ બોડી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્‍હી તેમજ રાજય લેવલે નામદાર ગુજરાત હાઇકોર્ટની અનુશ્રામાં કામ કરતી બોડી ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના  પેટ્રોન ઈન ચીફ અને ગુજરાત હાઇકોટના નામદાર ચીફ જસ્‍ટીસ શ્રીમતી સુનિતા અગ્રવાલ સાહેબ ના ડાયરેકશન અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નામદાર એક્‍ઝિક્‍યુટિવ ચેરમેન (સિનિયર મોસ્‍ટ જસ્‍ટીસ ઓફ ગુજરાત હાઇકોર્ટ) જસ્‍ટીસશ્રી એ.વાય.કોગઝે તથા દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના એડમિનિસ્‍ટ્રેટિવ જસ્‍ટીસ એલ.એસ.પીરઝાદા સાહેબ માર્ગદર્શન અને ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્‍બર સેક્રેટરી એચ. એમ.પવાર તથા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકાના ચેરમેન  એસ.વી. વ્‍યાસની દેખરેખ હેઠળ દ્વારા દ્રારકા જિલ્‍લામાં આવેલ તમામ અદાલતોમાં વર્ષ- ૨૦૨૫ની અંતિમ રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીંટીંગનુ આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો જેવા કે, તમામ કુલ ૨૬૬૨ કેસો કુલ મુકવામાં આવ્‍યા હતા. જેમાંથી કુલ ૨૪૫૦ કેસોનો સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્‍યો જેના કુલ ૬,૨૧,૩૧,૩૪૦/- રકમના હુકમો થયેલ.

આ ઉપરાંત પ્રિ-લીટીગેશન કેસો, જેમાં વીજ કંપનીના બાકી લેણાંનાં કેસો, ટ્રાફિક ચલણના કેસો, બેંક રીકવરી કેસો, વૈવાહિક તકરારો અંગે ના કેસો માટે પ્રિ-લીટીગેશન અદાલતનુ પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કુલ ૫૩૧૪ કેસો મૂકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ૨૦૭૦ કેસો માં સમાધાન દ્વારા નિકાલ લાવવામાં આવ્‍યો જેની કુલ દાવા ની રકમ રૂ.૮૯,૫૨,૪૬૯/- થઈ હતી જે કેસો ભવિષ્‍ય માં તકરાર ઉદ્દભવતા અટકાવી સુખદ સમાધાન લાવવામાં આવ્‍યું હતું.

ગુજરાત હાઈકોર્ટ ના ચીફ જાસ્‍ટિસ હસ્‍તે શરૂ કરવામાં આવેલ ઉજાસ - એક આશાની કિરણ પ્રિ - લિટીગેશન મેટ્રીમોનિયલ ડીસ્‍પુટ લોક અદાલત અંતર્ગત કુલ ૨૦૩ કેસો મુકવામાં આવ્‍યા હતા જેમાંથી કુલ ૧૦૯ કેસો ની સમાધાન ના માધ્‍યમ દ્વારા નિકાલ કરવામાં આવ્‍યો.

જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા જુદા-જુદા સ્‍ટેક હોલડરો જેવા કે, વકીલશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ, પોલીસ અધિકારીશ્રીઓ, કલેકટર તથા રેવન્‍યુ ખાતાના અધિકારીશ્રીઓ, બેંક તથા ફાયનાન્‍સીયલ ઇન્‍સ્‍ટીટયુટના અધિકારીશ્રીઓ તથા સંસ્‍થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં જ્‍યુડીશ્‍યલ ઑફીસર સાથે રૂબરૂ તથા ઓનલાઈન પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ, લીટીગેશન તથા પ્રિ-લીટીગેશન કેસો માટે પ્રિ કાઉન્‍સીલીંગ તથા પ્રિ-સિટિંગ યોજવામાં આવેલ પધ્‍ધતીસરના આયોજન થકી દેવભૂમિ દ્રારકા જિલ્‍લામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક-અદાલત તથા સ્‍પેશીયલ મેજીસ્‍ટ્રેયીલ સીટીંગમાં કુલ ૨૪૫૦ કેસોનો સુખઃદ નીવેડો લાવવામાં આવેલ તથા કુલ ૬,૨૧,૩૧,૩૪૦/- રકમના હુકમો  થયેલા હતા. જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, કલ્‍યાણપુર દ્રારા- ૫૦૧, તાલુકા કાનૂની સેવા સમિતિ, ઓખા દ્રારા- ૪૫૮, તાલુકા કાનૂની સેવા સમિતિ, ભાણવડ દ્રારા- ૩૦૬, તાલુકા કાનૂની સેવા સમિતિ, દ્રારકા દ્રારા- ૩૪૯ કેસો ફેસલ કરવામાં આવ્‍યા. આમ આ નેશનલ લોક અદાલત માં કુલ ૨૪૫૦ કેસો નો સમાધાનકારી નિકાલ કરવામાં આવેલ છે. જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળના, સચિવશ્રીની યાદીમાં જણાવવાનુ છે.

(11:31 AM IST)