<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ઉનામાં વાહનમાંથી બેટરીની ચોરી કરનાર ઝડપાયો

 

 (નવીન જોશી દ્વારા) ઉના, તા., ૧પઃ ઊના શહેરમાં ભાવનગર હાઈ વે રોડ ઉપર આવેલ ગેરેજની સામે આવેલ ખુલ્લા ર્પાકિંગ સ્‍થળ ઉપરથી બોલેરો પીક અપ વાહનમાંથી બેટરી અને સ્‍પેર વિહીલ પ્‍લેટ સાથે ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેથી જિલ્લા પોલીસ વડા જયદીપ સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક એમ એફ ચૌધરીની સૂચનાથી ઊનાના પોલીસ ઇન્‍સ્‍પેકટર નિલેશ ભાઈ બી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલેન્‍સ સ્‍ક્‍વોડના પી. એસ. આઇ. હરપાલસિંહ પ્રવીણ સિંહ સર્વિયા તેમજ એ. એસ. આઇ. શાંતિ ભાઈ સોલંકી, પો. કો. ભાવસિંહભાઈ ગોવિંદભાઈ પરમાર, સુનિલભાઈ બાંભણિયા અને સ્‍ટાફે જુદી જુદી ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી અને બાતમી મળી હતી કે ઊના તાલુકાના ગાંગડા ગામથી ઉટવાળા જતા રોડ ઉપર એક મહિન્‍દ્ર કુ. ની બોલેરો પીક અપ વાહન નીકળતા ચાલક ભીખુભાઈ ખોડાભાઈ સરવૈયા રે. નાળિયેરી મોલી તા. ગીર ગઢડાને રોકાવી બોલેરોના પાછળના ભાગે ચેક કરવામાં આવતા કુલ ટાયરો વ્‍હીલ પ્‍લેટ સાથે નગ પાંચ, બેટરી નગ બે, લોખંડની વ્‍હીલ પ્‍લેટ નગ ૧ બોલેરો જીપ એક અંગે કાગળો અને આધાર પુરાવા માગતા ગોળ ગોળ જવાબ આપતા રૂપિયા ૫,૨૦,૫૦૦ નો મુદામાલ કબજે કરી ઊના પોલીસ સ્‍ટેશન લાવી ધરપકડ કરી હતી અને આરોપીએ થોડા દિવસ પહેલા સ્‍પેર વ્‍હીલ ટાયર પ્‍લેટ સાથે અને બેટરીની ચોરીની કબૂલાત આપતા પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી.

(11:45 AM IST)