હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લીંબડીના ફાર્મ હાઉસમાં ૬૩ લાખના દારૂના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

વઢવાણ, તા.૧૫: સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યની દારૂબંધીના કાયદાનો ભંગ કરીને મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહવામાં આવતો હોવાનું સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના રેડ કરતા સામે આવ્યું છે. SMCની ટીમ દ્વારા લીંબડી તાલુકાના જાખણ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, લીંબડી વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વિશાળ જથ્થો છૂપાવવામાં આવ્યો છે.
મળેલી બાતમીના આધારે એસ.એમ.સી.ની ટીમે ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. આ રેડ઼ દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી દારૂની બોટલો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ૬૩.૫૭ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને પણ ઝડપી લીધા હતા, જેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ગેરકાયદેસર પ્રવળત્તિમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયા હતા.પોલીસ દ્વારા દારૂના આ મોટા રેકેટમાં સંડોવાયેલા કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
