News of Monday, 15th December 2025
આટકોટ : દુષ્કર્મ પીડીતાની ઓળખ જાહેર કરનાર કોંગ્રેસના પ્રગતી આહીર સામે ગુન્હો નોંધાયો

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા., ૧પઃ કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર વિરુદ્ધ દુષ્કર્મ પીડિતા બાળકીની ઓળખ જાહેર કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે જુવેનાઈલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) અધિનિયમનું સીધું ઉલ્લંઘન સબબ ગુન્હો નોંધાયો છે.
જસદણના કાનપર નજીકના વાડી વિસ્તારમાં ૬ વર્ષની માસૂમ બાળકી પર નરાધમ મામસિંગે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરી ગુપ્તાંગમાં સળીયો ખોપી દીધો હતો. આ ઘટના બાદ ગુજરાત રાજ્ય કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે પીડિત બાળકી સાથે ફોટો લીધો હતો અને પરિવારના સભ્યો, તેમના મકાન સહિતના વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. કાયદા મુજબ, દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા અને તેના પરિવારના સભ્યોનો ઓડિયો-વિડિયો સોશિયલ મીડિયામાં વહેતા કરી શકાતા નથી. આથી આ નિયમનું ઉલ્લંઘન થતાં, આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ એ પ્રગતિ આહિર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
