News of Monday, 15th December 2025
પોરબંદરમાં ડો.મનસુખભાઇ માંડવીયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ : પ્રદીપભાઇ ખીમાણી સહિતના ઉપસ્થિત

જુનાગઢ-પોરબંદર : પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ મનસુખભાઈ માંડવીયા દ્વારા ‘સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫'નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ભાજપના અગ્રણી પ્રદીપભાઇ ખીમાણીએ ઉપસ્થિત રહી યુવા શક્તિને પ્રોત્સાહિત કરવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો. યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે, ખેલ સંસ્કળતિ મજબૂત બને અને ગ્રામ્ય સ્તરથી લઈને રાષ્ટ્રીય મંચ સુધીની છુપાયેલી ખેલ પ્રતિભાઓને યોગ્ય અવસર મળે તેવા ઉદ્દેશ સાથે મોદી સરકારે ‘સાંસદ ખેલ મહોત્સવ'નું આયોજન કરવાની એક નવીન પરંપરા શરૂ કરી છે. આ મહોત્સવ માત્ર સ્પર્ધા નથી, પરંતુ શિસ્ત, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રગૌરવની ભાવનાનો ઉત્સવ છે. અહીંથી ઊભરી આવનાર પ્રતિભાઓ આવનારા સમયમાં રાજ્ય, દેશ અને વિશ્વ રમતગમતના મંચ પર ભારતનું નામ ઉજાગર કરશે એવી દ્રઢ આશા અને વિશ્વાસ સાથે આ ખેલ મહોત્સવ સૌ યુવાનો માટે પ્રેરણાષાોત બની રહેશે તેમ પ્રદીપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું. (તસ્વીરઃ અહેવાલઃ પરેશ પારેખ (પોરબંદર) (વિનુ જોશી-મુકેશ વાઘેલા-જુનાગઢ)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
