હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડીફેન્સ કોલોની વુલનમીલ પાછળથી ઇંગ્લીશ દારૂનો સાડા છ લાખનો જથ્થો પકડી પાડતી સીટી સી ડીવીઝન પોલીસ જામનગર

ડીફેન્સ કોલોની વુલનમીલ પાછળ રાજહંશ બુકસ્ટોર પાસે રહેતો કાયાભાઈ કરશનભાઈ સાખરા સફેદ કલરની પીકઅપ ગાડી જી.જે.૧૦TY ૦૩૮૪ માં દારૂનો જથ્થો લઈને ઉભો હોય છે તેવી હકીકતના આધારે રેઇડ દરમ્યાન ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા ચપલા કુલ નંગ-૧૪૫૨ જેની કુલ કિ.રૂ.૬,૩૯,૬૦૦/- તેમજ મોબાઇલ કિ.રૂ.૫૦૦૦/- તથા અશોક લેયલન્ડ ગાડી જી.જે.૧૦વ્ળ્ ૦૩૮૪ ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૪૪,૬૦૦/ ના મુદામાલ સાથે પકડાય જતા કાર્યવાહી કરેલ છે. જો કે ગઢવી પકડાઇ ગયો છે અને (૧)જીગ્નેશ ઉર્ફે જીગો રહીશ વિનોદભાઈ ખીચડા (૨) દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી નાસી ગયા છે. આ સમગ્ર કાર્યવાહીમાં સીટી સી ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એન.બી.ડાભી પો.સબ ઇન્સ કે.એચ.ચાવડા, એ.એસ.આઈ. યશપાલસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા, સુખદેવસિંહ મહોબતસિંહ જાડેજા પો.હેડ કોન્સ યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, ખીમશીભાઈ ગોવિંદભાઇ ડાંગર તથા શીવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા, હર્ષદભાઇ દલપતભાઇ પરમાર નારણભાઇ બાબુભાઇ સદાદિયા તથા પો.કોન્સ મયુરસિંહ જગદિશસિંહ જાડેજા, મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા,પ્રવિણભાઇ ભીખાભાઇ પરમારએ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
