હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
કચ્છના રાપરમાં મળ્યું ‘ધૂલ કા ફૂલ’: સગી જનેતા ક્રૂર બની જ્યારે લોકો અને તંત્ર બન્યા મદદરૂપ
સેવાભાવીઓએ તાજા જન્મેલા બાળક ની સારવાર કરી : જન્મ આપી ને ફરાર થઈ ગયેલ મહિલા અંગે રાપર પીઆઇ જે.બી.બુબડીયા દ્વારા તપાસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : રાપરના સરકારી વસાહત વિકાસવાડીના ખંડેરમાં તાજું જન્મેલ બાળક તજી દિઘેલ હાલતા મા બપોરે સાડા બારના અરસામાં મળી આવતા અહીં નાસ્તા ની લારી પર વેપાર કરતા લોકો ને જાણ થતાં આ બાબતે રાપર પોલીસ ને જાણ કરવામાં આવી હતી. પોલીસે 108 ને જાણ કરવામાં આવતા મહેશ ભાઈ માલી સેજલબેન બારીયા એ આ બાળક ને રાપર સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ જઆ તાજા જન્મેલા બાળક ને ડો.ઋતવિક સૌમૈયા ડાયાલાલ મકવાણા દર્શના ગૌસ્વામી ખુશ્બુ પરમાર કામયાબ વિજાપુરીયા દ્વારા તાજા જન્મેલા બાળક ની સારવાર કરી હતી જન્મ આપી ને ફરાર થઈ ગયેલ મહિલા અંગે રાપર પીઆઇ જે.બી.બુબડીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એક બાજુ સગી જનેતા ક્રૂર બની જ્યારે લોકો અને તંત્ર મદદરૂપ બન્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
