<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

મોરબીના સર્કીટ હાઉસ સામે આગ લાગી.

ભંગારના ડેલા અને બાવળમાં આગ લગતા ફાયર ટીમ દોડી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સામાકાંઠે આવેલ સર્કીટ હાઉસ પાસે આવેલા ભંગારના ડેલા અને બાવળમાં આગ લાગી હતી જેથી ફાયર ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો.

     મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસ સામે રવિવારે મોડી સાંજે આગ લાગી હતી અને ફાયર ટીમને કોલ મળતા ફાયરની ટીમ દોડી ગઈ હતી સર્કીટ હાઉસ સામે આવેલ ખાલી પડેલા ભંગારના ડેલા અને આજુબાજુમાં બાવળમાં આગ લાગી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

(11:19 PM IST)