News of Monday, 15th December 2025
મોરબીમાં કોર્ટ કચેરીમાં થયેલો ખર્ચો આપવો પડશે કહીને ત્રણ શખ્શોએ યુવાનનું અપહરણ કર્યું : મોપેડ પડાવી લઈને ધમકી.
યુવાનને ગાળો આપી પાઈપ વડે માર મારી અપહરણ કરી એકટીવા પડાવી લઈને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે અગાઉ કોર્ટ કચેરીમાં ખોટી રીતે ખર્ચ બાબતે બે અજાણ્યા સહિતના ત્રણ શખ્શોએ યુવાનને ગાળો આપી પાઈપ વડે માર મારી અપહરણ કરી એકટીવા પડાવી લઈને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌદ્ધનગરમાં રહેતા શૈલેષ તુલસીભાઈ મુછડીયા (ઉ.વ.૨૮) વાળાએ આરોપીઓ અહેમદ મેમણ રહે વિસીપરા મોરબી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અહેમદ મેમણને ખોટી રીતે અગાઉ પોતાને કોર્ટ કચેરીમાં ફરિયાદીને કારણે ખર્ચો થયેલ જે ખર્ચ આપવો પડશે કહીને અહેમદ અને બે અજાણ્યા ઇસમોએ યુવાનને માર મારી ગાળો આપી પ્લાસ્ટિક પાઈપ વડે મુંઢ ઈજા કરી હતી અને નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી યુવાનનું અપહરણ કરી એકટીવા જીજે ૩૬ બીએ ૦૬૪૩ બળજબરીપૂર્વક પડાવી લઈને યુવાનને જાતી પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
