<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

શહીદ વીરના પરિવારને ૧,૫૧,૦૦૦ નું આર્થિક યોગદાન આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

આઈ શ્રી ખોડિયાર રામામંડળ – રાસંગપર દ્વારા શહીદ પરિવારને આર્થિક યોગદાન આપી શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાસંગપરના આઈ શ્રી ખોડીયાર રામામંડળ દ્વારા મોરબીના શહીદ વીર ગણેશભાઈ મનસુખભાઈ પરમારના શહીદ પરિવારના સભ્યોને મળીને સાંત્વના પાઠવવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન શહીદને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે, આઈ શ્રી ખોડિયાર રામામંડળ – રાસંગપર દ્વારા શહીદ પરિવારને ૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર રૂપિયા) નું આર્થિક યોગદાન આપીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

(11:21 PM IST)