News of Tuesday, 16th December 2025
કચ્છમાં લગ્નોત્સવની ઉજવણીમાં સકારાત્મક પહેલ: ચાંદલાની રકમ RSS પ્રેરિત સેવા સાધના સંસ્થાને સેવાકીય કાર્યો માટે અર્પણ
સમાજ ને નવા વિચાર સાથે ની સકારાત્મક દિશા આપવા માટે જયસુખભાઈ માણેક તથા રામભાઈ કોટક પરિવાર ને હ્રદય પૂર્વક અભિનંદન પાઠવાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : વર્તમાન સમય માં લગ્ન પ્રસંગ ની ઉજવણી માં નવા નવા પરિમાણો ઉમેરતા જાય છે. કંકોત્રી લેખન પીઠી (હલ્દી) જેવી સકારાત્મક અને પૌરાણિક પરંપરાઓ પણ નવતર રીતે ઉજવાય છે એ પણ ખુબ સારી તથા હકારાત્મક બાબત છે. લગ્નોત્સવ ની ઉજવણી માં ભુજ ના જ યુવાઓ કૃતિ તથા જેનીલે ખુબ જ નવતર સકારાત્મ પરિમાણ ઉમેર્યો.
કૃતિ ના પિતા શ્રી જયસુખભાઈ માણેક તથા જેનીલ ના શ્રી રામભાઈ કોટક પરિવાર દ્વારા લગ્ન પ્રસંગે એક અનોખી અને સકારાત્મક પહેલ કરવામાં આવી. આપણી પરંપરા પ્રમાણે લગ્ન-પ્રસંગે ચાંદલો નોંધાવવાની પરંપરા પૌરાણિક છે અને પેઢીઓ થી ચાલી આવે છે. કેટલાક સંપન્ન પરિવારો તેમના પારિવારિક પ્રસંગોમાં માધ્યમ વર્ગના સગા-સબંધીઓ ને આર્થિક બોજ ન આવે એટલે ભેટ તથા ચાંદલા નો સવિનય અસ્વીકાર પણ કરતા હોય છે. અસ્વીકાર માટે કેટલાક સબંધીઓ કચવાતા પણ હોય છે. આ માટે માણેક તથા કોટક પરિવાર એક પ્રેરણાદાયી પહેલ કરી.
લગ્ન પ્રસંગમાં ચાંદલો લખવાનું ટેબલ હતું, પરંતુ પરિવારના કોઈ સભ્ય નહીં.બંને પક્ષના મહેમાનો ચાંદલો લખાવતા હતા, પરંતુ ભાવવિભોર થઈને. ભુજના આ બન્ને સંપન્ન પરિવારોએ લગ્ન પ્રસંગે આવેલ ચાંદલા ની સંપૂર્ણ રકમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ માટે દાન આપવાનું નક્કી કર્યું અને પ્રસંગ દરમિયાન ચાંદલાની ટેબલ પરથી ચાંદલો લખવાનારને સંસ્થા દ્વારા ચાલતા વિવિધ સેવાકીય કાર્યોની માહિતી મળી જાય અને તેમણે આપેલ ભેટ-દાનની પહોંચ મળી જાય એ પ્રકારની તદન અનોખી અને સકારાત્મક પહેલને મહેમાનોએ આ સકારાત્મક પહેલને અંતર-મન વધાવી વખાણી તથા નવદંપતી ચિ.કૃતિ માણેક તથા ચિ જેનીલ કોટક ને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. પ્રસંગે પધારેલા મહેમાનો એ તો ઉપસ્થિત સેવા સાધના ના કાર્યકર્તાઓ ને એમ પણ કહ્યું કે અમારા ધરે પંદર દિવસ પહેલા જ પ્રસંગ હતો અમને પણ આવા પુણ્યશાળી કાર્ય માટે સુચન કર્યું હોત તો! આ રીતે સમગ્ર પ્રસંગ માં અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું. સમાજ ને નવા વિચાર સાથે ની સકારાત્મક દિશા આપવા માટે જયસુખભાઈ માણેક તથા રામભાઈ કોટક પરિવાર ને હ્રદય પૂર્વક અભિનંદન.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
