હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોમનાથ ખાતે સરદાર નિર્વાણ દિને પૂષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન

પ્રભાસપાટણ, તા.૧૬: સરદાર વલ્લભભાઈ પટેલના ૭૫ મા નિર્વાણ દિન નિમિત્તે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી.
સોમનાથ મંદિર પરિસરમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ટ્રસ્ટના અધિકારીઓ અને તીર્થપુરોહિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ સરદાર સાહેબના રાષ્ટ્ર નિર્માણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
સરદાર નિર્વાણ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મધ્યાન મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં સરદાર વલ્લભભાઈ પટેલના દિવંગત આત્માની ચિર શાંતિ અને રાષ્ટ્રની પ્રગતિ અર્થે ભાવનાઓ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલના નિર્વાણને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે સોમનાથના પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા અને મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના એ ઐતિહાસિક શબ્દો યાદ કરવામાં આવ્યાઃ જો સરદાર પટેલના હોત તો આપણી આંખો સોમનાથનું પુનઃનિર્માણ જોવા પામી ના હોત.
સરદાર સાહેબની સોમનાથ પુનઃનિર્માણની અડગ ઈચ્છાશક્તિને કારણે જ આજે સોમનાથનું ભવ્ય ધામ આપણી સમક્ષ ઊભું છે.
સાંજે, સોમનાથ મહાદેવને વિશેષ સાયં શળંગાર અને દીપમાલા કરીને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલઃ દિપક કકકડ, વેરાવળ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
