હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાંકાનેર રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચાના માતુશ્રીની ત્રીજી પુણ્યતિથીએ સરસ્વતિ સ્કુલના બાળકોને સ્વેટર અર્પણ

વાંકાનેર : રઘુવંશી અગ્રણી અને વાંકાનેર રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ અને વોર્ડ નં. ૩ ના વર્તમાન કાઉન્સીલર જીજ્ઞેશભાઇ નાગ્રેચા તથા ડો. પ્રિયેશભાઇ નાગ્રેચાના માતુશ્રી સ્વ. પદમાબેન મહેશભાઇ નાગ્રેચાની ત્રીજી વાર્ષિક પુણ્યતિથી નિમિતે દર વર્ષે જુદા જુદા સેવા કાર્ય કરી ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે તેમના આત્મ કલ્યાણ અર્થે શ્રી સરસ્વતી સ્કુલના ૧પ૦ થી વધુ બાળકોને શિયાળાની સીઝનને ધ્યાનમાં રાખી તમામ બાળકોને ટાઢથી બચવા સ્વેટર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે તમામ બાળકોને ભરપેટ નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ તકે અમદાવાદનું પ્રખ્યાત શિવાનંદ ગ્રુપના સંજયભાઇ પટેલ, ડો. પ્રિયેશભાઇ નાગ્રેચા, ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, પાલીકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી, ઉ.પ્રમુખ હષિતભાઇ સોમાણી, મોરબી જીલ્લા ઉપાધ્યક્ષ અશ્વિનભાઇ મેઘાણી, હર્ષદભાઇ ગોહેલ, ચેતનગીરી ગોસ્વામી, પ્રતાપભાઇ બારોટ, સંજયભાઇ જોબનપુત્રા ઉપરાંત શિક્ષક પરિવારના ભાઇઓ-બહેનો સગા-સબંધીઓ સહિત લોકો ઉપસ્થીત રહ્યા હતાં. આ તકે ઉપસ્થિત ધારાસભ્ય સોમાણી સહિત આગેવાનોએ સાચા અર્થમાં માતૃપ્રેમી બન્ને ભાઇઓ ડો. પ્રિયેશભાઇ નાગ્રેચા તથા જીજ્ઞેશભાઇ નાગ્રેચાએ માતુશ્રીની પુણ્યતિથીની સેવાકીય પ્રવૃતિને સાચા અર્થ નવો રાહ ચીંદી બીરદાવેલ હતી. (તસ્વીર : લિતેશ ચંદારાણા-વાંકાનેર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
