હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 16th December 2025
શાપરમાં ટ્રેન હેઠળ યુવાનનો આપઘાત
આશરે ૨૫ વર્ષના યુવાનના ડાબા ખભે જેએમ, કલાઇ ઉપર એસ, જય સતિ ખોડીયાર ત્રોફાવેલા છેઃ ઓળખ મેળવવા પોલીસની તપાસ

રાજકોટ તા. ૧૬: શાપર વેરાવળમાં અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ શાપરમાં સર્વોદય સોસાયટી પાછળ રાતે અજાણ્યો આશરે ૨૫ વર્ષના યુવાને રાજકોટ-સોમાનાથ ટ્રેન હેઠળ પડતું મુકતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. બનાવની જાણ થતાં શાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકના ડાબા હાથની કલાઇ પર જેએમ ત્રોફાવેલુ છે. જ્યારે અન્ય હાથમાં જય સતી-ખોડીયાર ત્રોફાવેલુ છે. તેમજ કલાઇ ઉપર એસ ત્રોફાવેલો છે. મૃતકની ઓળખ મેળવવા શાપર પોલીસ સ્ટેશનના મુકેશભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
