હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પડધરીના ખોડાપીપર ગામે બોગસ ડોકટર પકડાયો
ભૌમિકસિંહ સોલંકી કોઇ ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીશ કરતો'તોઃ રૂરલ એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ બોગસ તબીબ સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે છે.
રાજકોટ તા. ૧૬ :.. પડધરીના ખોડાપીપર ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી કોઇ ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને પકડી પાડી કાર્યવાહી કરી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય, રાજકોટ દ્રારા કોઈપણ જાતની ડીગ્રી વગર એલોપેથીક ડોકટર તરીકેની પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એફ.એ. પારગી માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. પી.બી.મિશ્રા તથા સ્ટાફે પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડાપીપર ગામની પ્રા.શાળા પાસે ચોરાની બાજુમા આવેલ ગરસોંદીયા (બ્રહ્મ ાણી) માતાજીના મઢની બાજુમાં આવેલ પીંતાબરભાઈ હંસરાજભાઈ ગરસોંદીયાના કબ્જાનાં મકાનમાં બનાવેલ દવાખાનામાં એક ઇસમ કોઈપણ જાતની ડોકટરની ડીગ્રી વીના એલોપેથીક ઇન્જેકશન તથા એન્ટીબાયોટીક તથા અન્ય દવાઓ રાખી ગે.કા. રીતે એલોપેથીક ડોકટર તરીકેની પ્રેકટીસ કરતા આરોપી
ભૌમીકસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી ઉ.વ.૩૧ ધંધો.મેડીકલને લગતો રહે.હાલ ખોડાપીપર ગામ તા.પડધરી જી.રાજકોટને પકડી પાડી તેના કબ્જામાંથી (૧) જુદા જુદા પ્રકારની એલોપેથીક દવાઓ કિ.રૂ. ૪૯,૮૮૭/ (૨) રોકડ રૂપીયા ૩૦૦/- તથા (૩) એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫૫,૧૮૭ /-નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
કામગીરીમા રહેલ અધિકારી/કર્મચારીઃ- આ કાર્યવાહી રૂરલ એસઓજીના પો. હેઙ કો. નેમીષભાઈ મહેતા તથા પો.હેડ.કોન્સ અનિરૂધ્ધસિહ જાડેજા તથા પો.કોન્સ. વિપુલભાઈ ગોહિલ સહિતના સ્ટાફે કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
