જૂનાગઢમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ, ભારે નુકસાન
જુનાગઢ અને ધોરાજીના ફાયર બ્રિગેડ સ્ટાફે આગ કાબુમાં લીધીઃ કોઇ જાનહાની નહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬: જૂનાગઢમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ભારે નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી.
જુનાગઢની જીઆઇડીસી ૨ આવેલ એસ કે પ્લાસ્ટિક કારખાનામાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ થતા મહાનગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તુરત જ સ્થળ પર દોડી ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે મનપાના ફાયર બ્રિગેડની ૯ થી ૧૦ ગાડી ની મદદ લેવામાં આવી હતી પરંતુ આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે પરિણામે ધોરાજી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવી પડી હતી.
જુનાગઢ અને ધોરાજી ફાયર બ્રિગેડની ૧૨ જેટલી ગાડીએ પાણીનો મારો ચલાવી ત્રણ કલાકે આગ કાબુમાં લીધી હતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ઘટનાના કારણે મોટાપાયે નુકસાન થયું હતું અને સદ્નસીબે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
