News of Tuesday, 16th December 2025
બોટાદના રાયપરમાં લાકડા વીણતી વખતે સાપે દંશ દીધોઃ વૃધ્ધાનું મોત
૮૦ વર્ષના કાશીબેન ચોૈહાણે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: બોટાદના રાયપર ગામે પ્રતાપભાઇની વાડીમાં પરિવારજનો સાથે રહેતાં મુળ વડોદરાના કંવાટના કાશીબેન શેરીયાભાઇ ચોૈહાણ (ઉ.વ.૮૦) નામના વૃધ્ધા ગઇકાલે સવારે વાડીએ બળતણ-તાપણા માટે લાકડા વીણતાં હતાં ત્યારે જમણા હાથે સાપે દંશ મારતાં બેભાન થઇ જતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. આ પરિવાર વર્ષોથી રાયપરમાં રહે છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગઢડા પોલીસને જાણ કરી હતી.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
