<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

શાળા, કોલેજ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કુશળતા અનુભવોને વિકસાવવા ઇન્‍ટર્નશીપ કાર્યક્રમ ઉપકારક બનશેઃ ડો .વિરમભાઇ ગોઢાણીયા

પોરબંદરની ગોઢાણીયા બી.સી.એ કોલેજમાં રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ અમલીકરણ સંદર્ભે ગ્રેજ્‍યુએશન ચોથા સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓ માટે ‘ઇન્‍ટર્નશિપ' કાર્યક્રમ યોજાયોઃ છાત્રોએ આઇ.ટી. વિષયમાં થિયેરિકલ અભ્‍યાસ કર્યા બાદ હવે વિવિધ ઔદ્યોગિક એકમોમાં પ્રેક્‍ટિકલ અભ્‍યાસ કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬: પોરબંદર ખાતે  જ્‍યારે  ગુજરાતમાં કમ્‍પ્‍યુટર આવ્‍યું નહોતું ત્‍યારે  સૌપ્રથમ  ૧૯૮૭ મા કમ્‍પ્‍યુટરના અભ્‍યાસ કરવા માટે શરૂ થયેલી આડત્રીસ વર્ષ થી પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રસ્‍ટ સંચાલિત શિક્ષણ શિસ્‍ત અને સંસ્‍કાર ઘડતરમા જૂનાગઢ ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી  સંલગ્ન ડો. વિરમભાઇ રાજાભાઇ ગોઢાણીયા આઇ.ટી.કોલેજ ખાતે તાજેતરમા રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ  સંદર્ભે  ભકત  કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી નાં નિયમોનુસાર ચોથા સેમેસ્‍ટર ના વિદ્યાર્થીઓ માટે સૌપ્રથમ ઇન્‍ટરશિપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ , આજે આડત્રીસ વર્ષ માં પ્રવેશ કરતી પોરબંદર દ્વારા ગુજરાત સરકાર, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા નિર્ધારિત શૈક્ષણિક નિયમો અને રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ‘‘હેઠળના રાષ્‍ટ્રીય માળખાને અનુરૂપ-ર૦ર૦ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇન્‍ટર્નશિપ''  કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

પ્રારંભમાં ગોઢાણીયા આઈ. ટી કોલેજ ના ડાયરેક્‍ટર ડો. ધવલભાઈ ખેરએ BCAના વિદ્યાર્થીઓ માટે ઇન્‍ટર્નશિપ શા માટે જરૂરી છે તે વિષેની માહિતા આપતા જણાવ્‍યુ હતું કે, વાસ્‍તવિક દુનિયાના IT વાતાવરણમાં વ્‍યવહારુ અનુભવ પૂરો પાડવો, આપેલ ટાસ્‍ક કઈ રીતે પૂર્ણ કરવો અને તેમાં આવતી સમસ્‍યાનું નિરાકરણ, પ્રોજેક્‍ટ, લાઇવ ડેટા વર્ક ફલો ,ટીમવર્ક અને પ્રોજેક્‍ટ અમલીકરણ, રોજગારક્ષમતા અને ઉચ્‍ચ અભ્‍યાસ માટે તૈયારી, સૈદ્ધાંતિક જ્ઞાન અને ઉદ્યોગ જરૂરિયાતો વચ્‍ચેના અંતરને દૂર કરવા અને વિધાર્થીઓ ને પોતાની વિષયમાં મજબૂત બનાવવા આ ઇન્‍ટર્ન્‍સિપ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે તેમ જણાવી ઉપસ્‍થિત અતિથિઓ ને મિઠો આવકાર આપ્‍યો હતો. 

આ અવસરે રાષ્‍ટ્રી શિક્ષણ નીતિ સંદર્ભે આઇટી કોલેજના બી. સી એ  ના છાત્રો  ની   ઇન્‍ટર્ન્‍શિપ કાર્યક્રમ  ને પોરબંદર ના હાઇવે પર આવેલી એરો ડ્રામાસામે ની ગોઢાણીયા એન્‍જિનિયરિંગ એન્‍ડ ટેક્રોલોજી આઈ ટી કોલેજ ના અત્‍યાધૂનિક ઓડિટોરિયમ ખાતે શુભારંભ કરાવતા શ્રી માલદેવજી ઓડેદરા સ્‍મારક ટ્રષ્ટ ના ટ્રષ્ટ પ્રમુખ જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયા એ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રિય શિક્ષણ નીતિ ૨૧  મી સદી ના ભારત નો નવા ભારતનો  પાયો  નાખનારી છે. ૨૧મી સદીના ભારતના યુવાનો ને કેવા કૌશલ્‍યો જોઈએ છે એ વિષય પર વિશેષ ધ્‍યાન આપ્‍યું છે  ભારતના છાત્રો ને શક્‍તિ શાળી બનાવવા માટે વિકાસની નવી ઊંચાઈ પહોંચાડવા માટે નો ઉમદા પ્રયાસ રહ્યો છે ત્‍યારે શાળા કોલેજ યુનિવર્સિટી માં થિયરી શીખ્‍યા પછી પ્રેક્‍ટિકલ અનુભવ લેવો ખુબ જરૂરી છે જેના આધારે આપણી ભૂલો મયાર્દાઓ , ખામીઓ, ખૂબીઓ રસ રુચિ સુધારા ની આવશ્‍યકતા ની ખુબ જરૂરી છે તેઓએ  વિદ્યાર્થીઓ ની કુશળતા અનુભવો ની વિકસાવવા માટે અભ્‍યાસક્રમ માં ઇન્‍ટર્ન્‍શિપ અનિવાર્ય ગણી અભિનંદન પાઠવ્‍યા હતા.

આ પ્રસંગે ગોઢાણીયા બી એડ કોલેજ નાં ડાયરેક્‍ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા એ જણાવ્‍યું હતું કે અત્‍યાર સુધી ની શિક્ષણ પધ્‍ધતિ માં વિદ્યાર્થીઓ શું વિચારે છે?  What  to thanks?  તે મહત્‍વનું  ગણવામાં આવતું હતું જ્‍યારે શિક્ષણ નીતિમાં  વિદ્યાર્થી  કેવી રીતે વિચારવું ?  How to  thaink? તે ગણવામાં આવેલ છે , દેશની ભાવિ પેઢી ના ઉજ્જવળ ભવિષ્‍ય માટે વર્તમાન પેઠી ના સામર્થ્‍ય ને વધારવા માટે રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિ માં  શાળા કોલેજ યુનિવર્સિટી માં આ વર્ષે થી ઇર્ન્નશિપ કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવ્‍યો છે તે સરાહનીય ગણાવ્‍યો હતો.

કોલેજના સીનિયર અધ્‍યાપક ડો. નીરવ દત્તાણિ અને શ્રી પ્રિતેશ મદલાણી દ્વારા વિદ્યાર્થીઓને, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા નક્કી કરવામાં આવેલ ઇન્‍ટર્નશિપ માટેની SOP થી માહિતગાર કરવામાં આવ્‍યા હતા. જેમાં ઇન્‍ટર્નશિણ કયાં કરવી, તેનો સમયગાળો, ક્રેડિટ માળખું, દૈનિક/સાપ્તાહિત રિપોટીંગ, ફોર્મેટ, સુપરવાઇઝર/માર્ગદર્શન મૂલ્‍યાંકન/પ્રોજેકટ રિપોર્ટ, વાઇવા અને પ્રેઝન્‍ટેશન તેમજ ઇન્‍ટર્નશિપ દરમ્‍યાન નૈતિક અને વ્‍યાવસાયિક આચરણ વિશે  તલ સ્‍પર્શી વિગતોની છણાવટ કરી હતી.

  આ તકે  ઇન્‍ટર્ન શિપ કાર્યક્રમયુનિવર્સિટી એ પ્રથમ વખત ફરજિયાત  અમલી  બનાવતા છાત્રો ને કોઈ મુશ્‍કેલ ન પડે તે માટે પ્‍લેસ મેટ આપતી વિવિધ  જાણીતી આઈ.એ. ટી કાંપની સાથે આઈ ટી કોલેજ દ્વારા M.O.U  કરતા હવે આ કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ કંપનીઓમાં વેબ ડેવલપમેન્‍ટ, સોફ્‌ટ વેર ડેવલપમેન્‍ટ, મોબાઈલ એપ્‍લિકેશન, સાયબર સિકયુરિટી, ડેટા એના લિસિસ, આઇ. ટી સપોર્ટ  ને સંબંધિત પ્રેક્‍ટિકલ તાલીમ મેળવશે.

સમગ્ર ઇન્‍ટર્નશિપ  કાર્યક્રમ નું સંચાલન અધ્‍યાપક પરિક્ષિત મેહતા દ્વારા કરવામા આવેલ હતું જ્‍યારે આભાર દર્શન પ્રોફેસર ડો.નીરવભાઈ દત્તાની એ કરી હતી આ ઇન્‍ટર્નશિપ કાર્યક્રમ મા આઈ ટી કોલેજના અધ્‍યાપકો , આઈ.ટી કોલેજના વિધાર્થીઓ ભાઇ બહેનો બહોળી સંખ્‍યામાં  ઉત્‍સાહ ભેર જોડાયા હતા.

(12:03 PM IST)