<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

વેરાવળના પ્રાંસલી રોડ ઉપર અકસ્‍માતમાં ૩ના મોતથી પરિવારમાં ઘેરો શોક

પંચર કરી બનાવી રહેલ આઈસર સાથે બોલેરો અથડાતા અકસ્‍માત : ૧૯ કલાક સુધી સુત્રાપાડા પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.ઓ પાસે કોઈ માહીતી નોંધાયેલ નથી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: સુત્રાપાડા તાલુકાના પ્રાસંલી ગામે રાત્રે ૧૧ વાગ્‍યાના સુમારે મચ્‍છી ભરી ને આવી રહેલ આઈસરટ્રક આવી રહેલ હતી ત્‍યારે તેમા પંચર પડતા સાઈડ માં ઉભી રાખેલ હતી ત્‍યારે તેજ કંપની ની બીજી ગાડી પસાર થતી હોય બન્ને ચાલકો સાથે પંચર બનાવવાની કામગીરી ચાલું હતી ત્‍યારે બોલેરા પાછળ થી આવી જોર થી અથડાવતા ત્રણ ના મળત્‍યુ થયેલ હતા.સુત્રાપાડા ના પ્રાસંલી ગામે રોડ ઉપર માઢવાડ તરફથી મચ્‍છી ભરીને આવી રહેલ આઈસરટ્રક વેરાવળ તરફ જતી હતી પંચર પડતા તેને સાઈડ માં રાખી વેરાવળ ગરીબ નવાઝ કોલોની માં રહેતા હુસેન મહમદ મલેકે પંચર વાળા ને બોલાવેલ હોય તે અરસામાં તેજ કંપનીની આઈસરટ્રક પસાર થતી હોય જેના ચાલક રસીક ચાંદભાઈ ભાદરકા મદદ માટે ઉભા રહેલ હતા ત્‍યારે પુરપાટ ઝડપે આવી રહેલ બોલેરો ના ચાલકે બન્ને આઈસર ને પાછળ થી ભટકાડતા બોલેરો ચાલક રાજભાઈ બાલુભાઈ પરમાર ઉ.૨૭ રહે.નાથડ તા.ઉના તેમજ બન્ને આઈસર ટ્રક ચાલકોને ગંભીર ઈજાઓ થવાથી ત્રણેય ના ધટના સ્‍થળે મળત્‍યુ થયેલ હતા તેમજ પંચર કરનાર ગોપાલભાઈ ને ગંભીર ઈજાઓ થયેલ હતી બે મોટા આઈસર ટ્રક તેમજ બોલેરો ત્રણેય મચ્‍છી માઢવાડ થી ભરીને વેરાવળ આવતા હોય રાત્રીના સુમસામ સમયે આ રોડ ઉપક બેફીકરાઈ થી પુર ઝડપે વાહનો ચાલતા હોય જેનું પરીણામ છે.

 રાત્રે ૧૧ વાગ્‍યાના અરસામાં ખુબજ મોટા ધડાકા સાથે આ અકસ્‍માત થતા આજુ બાજુ ખેતરોમાંથી ખેડુતો દોડી આવેલ હતા આ અકસ્‍માત થતા એકાદ કલાક માટે બન્ને બાજુ વાહન વ્‍યહવાર ખોવાયેલ હતો આ ભયાનક અસ્‍માત ની સુત્રાપાડા પોલીસ સ્‍ટેશન માં ફરજ બજાવતા પી.એસ.ઓ પાસે સાંજે ૬ વાગ્‍યા સુધી એટલે કે ૧૯ કલાક સુધી ડાયરી માં મળત્‍યુ પામનાર ના નામો પણ ન હતા કે કોઈપણ નોધ પણ ન હતી હજુ સુધી અમારી પાસે કોઈ ફરીયાદ આવેલ નથી જમાદાર તપાસ કરે છે તેની પાસે બધુ છે આટલો મોટો અસ્‍માત થયેલ હોય ત્રણ ના મળત્‍યુ થયેલ હોય તેના નામો ફરજપરના પી.એસ.ઓ જેતે હોસ્‍પીટલોમાંથી તાત્‍કાલીક આપવામાં આવતા હોય છે જો ૧૯ કલાક પછી પણ પી.એસ.ઓ પાસે માહીતી ન હોય તે પણ એક તપાસનો વિષય છે.

(12:14 PM IST)