<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જેતપુરની કમ૨ીબાઈ હાઇસ્‍કુલના રીનોવેશનની કામગીરી તાત્‍કાલીક શરૂ કરવા રીવાબા જાડેજાને રજૂઆત

(કેતન ઓઝા દ્વારા) તા.૧૬: જેતપુર વકીલ મંડળના પ્રમુખ મહાવીર જે. પટેલ એ માનનીય શિક્ષણમંત્રીશ્રી રીવાબા જાડેજાની રૂબરૂ મુલાકાત લઈ, રજુઆત કરેલ કે, જેતપુર શહેરમાં આવેલ એકમાત્ર સરકારી સ્‍કુલ, કમરીબાઈ હાઈસ્‍કુલ ની અંદર સ્‍માર્ટ ટી.વી.થી સ્‍માર્ટ એજયુકેશન આપતા દરેક વિષયના નિષ્‍ણાંત શિક્ષકો તથા આચાર્યશ્રી છે.

તેમ છતા કમરીબાઈ હાઈસ્‍કુલનુ મુખ્‍ય બિલ્‍ડીંગ જર્જરીત થઈ જવાના હિસાબે છ મોટા કલાસ. તથા મોટો હોલ લાંબા સમયથી બંધ છે. બિલ્‍ડીંગનો અન્‍ય ભાગપણ જુનો થઈ જવાથી વાલીઓ પોતાના સંતાનોને આ સ્‍કુલમાંથી ઉઠાડી મુકવા મંડયા છે, જો આને આ પરિસ્‍થતી રહે તો, ભવિષ્‍યમાં આ એક સરકારી સ્‍કુલ પણ બંધ થઈ જાય અને ગરીબ વિદ્યાર્થીઓ અભ્‍યાસ ન કરી શકે, જે સબંધી અગાઉ રજુઆત કરેલ છે. છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં ૧૭૦ સરકારી સ્‍કુલો બંધ થઈ ગયેલ છે તેમજ સને ૨૦૨૫ માં ૫૪ સ્‍કુલો સરકાર દ્વારાબંધ કરી દેવામાં આવેલ છે અને ગરીબ વિદ્યાર્થીઓના ભણતર અટકી ગયેલ છે. નાના અને મધ્‍યમ વર્ગના પરીવારના વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સ્‍કુલોની મોઘીદાટ ફી પરવડે નહી અને આવી પરીસ્‍થિતી માં આ ગરીબ વિદ્યાર્થીઓ ભણવા માટે જાય કયાં ? ગરીબોમાં શિક્ષણનુ સ્‍તર વધે તેવી ગુજરાત સરકારની નેમ છે માટે આ કમરીબાઈ હાઈસ્‍કુલનુ રીનોવેશનનુ કામ તાત્‍કાલીક શરૂ કરાવવા અરજ કરેલ છે.

(12:14 PM IST)