News of Tuesday, 16th December 2025
જેતપુરની બળદેવ ધાર નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
અજાણ્યા વ્યક્તિની હત્યા કે પછી અન્ય કોઈ કારણ તે પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે : ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વ્યક્તિની ઓળખ સહિત તપાસ શરૂ કરી

( કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૬ : જેતપુરની બળદેવ ધાર નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે.પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ - પોરબંદર હાઇવે પર ખુલ્લા પ્લોટમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે.શંકાસ્પદ હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે.જેતપુર ઉધોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.પોલીસ દ્વારા મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો છે.
અજાણ્યા વ્યક્તિની હત્યા કે પછી અન્ય કોઈ કારણ તે પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે.ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વ્યક્તિની ઓળખ સહિત તપાસ શરૂ કરી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
